જામનગરમાં બે યુવાનો પર હુમલો કરી જીપમાં તોડફોડ કરવા અંગેના પ્રકરણમાં 4 સામે ગુનો નોંધાયો.

0
6195

જામનગરમાં બે યુવાનો પર હુમલો કરી જીપમાં તોડફોડ કરવા અંગેના પ્રકરણમાં ચાર સામે ગુનો નોંધાયો.

  • ગુલાબનગર પાસે ”રાજ ઓટો” નામની દુકાન પાસેનો બનાવ
  • આરોપી :-સુરેશ ઉર્ફે સુર્યો વિજયભાઇ સોનારા રહે.સુભાષપાર્ક જામનગર તથા ત્રણ અજાણ્યા ઇસમો .
  • બે દિવસ પહેલા સરાજાહેર હુમલો કરાયો હતો જેના CCTV ફૂટેજ પણ વાયરલ થયા હતા.
  • જૂની આદાવતનો ખાર કારણભૂત..

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૫ જાન્યુઆરી ૨૩ જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં બે દિવસ પહેલાં સાંજના સમયે બે યુવાનો પર હીચકરો હુમલો કરાયો હતો, અને નવી નકકોર જીપમાં તોડફોડ કરાઈ હતી. જે મામલામાં હુમલાખોરોની ઓળખ થઈ છે, અને જુની અદાવત ના કારણે આ હુમલો કરાયાનું સામે આવ્યું છે. જે મામલે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે શહેરના ગુલાબ નગર વિસ્તારમાં બે દિવસ પહેલાં સાંજના સમયે એક નવી જીપમાં કામકાજ કરાવવા માટે આવેલા બે યુવાનો પર અજાણ્યા શખ્સસોએ હુમલો કરી દીધો હતો. મોઢા પર કપડું બાંધી ટોપી પહેરીને આવેલા અજાણ્યા શખ્સોએ લાકડીઓ વડે માર મારી ફેક્ચર કરી નાખ્યા ની અને જીપમાં તોડફોડ કર્યા ની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી.

આ ફરિયાદના અનુસંધાને સીટી બી. ડિવિઝન પોલીસે હુમલાખોર આરોપી સુભાષ પાર્ક વિસ્તારમાં રહેતા સૂરજ ઉર્ફે સૂરિયો વિજયભાઈ સોનારા અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી અને આરોપીને અગાઉ ઝઘડો થયો હતો. તેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયાનું પોતે દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કર્યાનું પણ પોલીસમાં જાહેર કર્યું છે.

આથી સીટી એ ડિવિજન પોલીસે ઈ.પી.કો. કલમ- ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ મુજબ ની કલમ ૩(૧)આર, ૩(૧) એસ, ૩(૨)(૫-એ)  તથા જી.પી એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી વધુ તપાસ ACST સેલના Dysp અરુણ વસાવા ચલાવી રહ્યા છે.