લાલપુરમાં યુવાનનું ભેદી મોતે જગાવી ચર્ચાં : હત્યાની આશંકાથી પોલીસ દોડતી થઈ: PM રીપોટની જોવાતી રાહ.

0
1050

લાલપુરમાં યુવાનનું ભેદી મોતે જગાવી ચર્ચાં : હત્યાની આશંકાથી પોલીસ દોડતી થઈ.!

બે શખ્સો વચ્ચે બોલાચાલીમાં મામલો બિચક્યો ધકો અને ઢીકા મારતા યુવાન ઢળી પડયોની ચર્ચાએ જોર પકડ્યું જોર

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા પીએમ રીપોર્ટની જોવાતી રાહ: ફરારી શખ્સની મોડી રાત સુધી શોધખોળ કરવા ચક્રો થયા ગતિમાન.. દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : ૦૯. જામનગરના લાલપુરમાં મર્ડરની થયું હોવાની ચર્ચાઓ વચ્ચે વાતાવરણ ગરમાયું અફવાને પગલે પોલીસ થઈ દોડતી.

લાલપુર ધરાનગર વિસ્તારમાં ગઈ મોડી સાંજે બે યુવાનો વચ્ચે બોલાચાલી થતાં એક યુવાને ધક્કો અને ઢીંકા મારતાં તેનું ભેદી રીતે મોત નિપજતા ભારે ચકચાર ફેલાઇ જવા પામી હતી.

અત્યારની પ્રબળ આશંકા વાળા આ બનાવમાં ફરારી શખ્સને શોધી કાઢવા માટે મોડીરાત સુધી તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો હતો. હાલ શંકાસ્પદ બનાવમાં પીએમ રિપોર્ટમાં સ્પષ્ટતા થશે.

જાણવા મળતી વિગત મુજબ લાલપુરના નાદુરી રોડ પર આવેલ ધરાનગર વિસ્તારમાં ગઈ મોડી સાંજે બે દેવીપુજક યુવકો વચ્ચે બોલાચાલી થઇ હતી દરમિયાનમાં એક સખસે પ્રકાશ ઉંમર વર્ષ ૩૪ નામના યુવાનને માથામાં ધુંબો મારીને ધક્કો દેતા નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું.

યુવાનનું ભેદી રીતે મોત થતાં અને હત્યા થયાની વાતો વહેતી થતા તાબડતોબ લાલપુરના પીએસઆઇ કરોતરા સહિતની પોલીસ ટુકડી તપાસ માટે ઘટનાસ્થળ અને હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી.

મૃતક યુવાનને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવમાં હત્યાની પ્રબળ આશંકા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી બાજુ પોલીસે પ્રાથમિક વિગતોના આધારે ધરા નગર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.જોકે ધક્કો મારનાર શખ્સ નાસી છુટ્યો હતો જેને શોધવા માટે જુદા જુદા વિસ્તારોમાં મોડીરાત સુધી તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. પીએમ રિપોર્ટમાં સ્પષ્ટતા થશે અને એના આધારે પોલીસ દ્વારા આ બનાવમાં ગુનો દાખલ કરવામાં આવશે. હાલ આ બનાવે લાલપુર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ મોડી સાંજના બે શખ્સો દારૂ પીને તોફાન કરતા હતા આથી યુવાન સમજાવવા જતા ઉગ્ર બોલાચાલી કરીને યુવકને ધકકો મારતા પડી જઇ બેશુઘ્ધ થઇ ગયો હતો અને નજીકની હોસ્પીટલે લઇ જતા મૃત્યુ થયાનું જણાવવામાં આવ્યુ હતું, આજે સવારે જામનગરની જી.જી. હોસ્પીટલ ખાતે મૃતકની પીએમ વીધી હાથ ધરવામાં આવી હતી, જેનો વિધીવત રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. આ બનાવમાં હત્યાની આશંકા પ્રબળ બની છે.