કલ્યાણપુર પંથકમાં કુવામાં ખાબકેલો ખૂંખાર દીપડો પાંજરે પુરાયો.

0
377

કલ્યાણપુર પંથકમાં કુવામાં ખાબકેલો ખૂંખાર દીપડો પાંજરે પુરાયો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામ(સાની ડેમ પાસે)ની વાડીમાં ગઈકાલે રવિવારે બપોરે વિકરાળ દીપડો આવ્યો હોવાની બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ. મકરાણી અને કલ્યાણપુર નોર્મલ રેન્જનો સ્ટાફ તાત્કાલિક આ સ્થળે પહોંચી ગયો હતો.

ફોરેસ્ટ સ્ટાફ દ્વારા અહીંની પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવી, આ વિસ્તારના સ્થાનિક એવા ગોગન માડમ, લાગરિયાભાઈ, કિશનભાઈ તેમજ વનપાલ ભીમભાઈ વિકમા, કિશન જાની, હરિભાઈ રાઠોડ, મરિન સ્ટાફ તેમજ પોરબંદર વાઈલ્ડ લાઈફ રેન્જના વનપાલ ચૌહાણ , વેટરનરી ડોક્ટરની ટીમ દ્વારા દુધિયા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રાત્રીનો અંધકાર છવાઇ જતાં આ દીપડો આશરે બાવીસ ફૂટ ઉંડા કુવામાં ખાબક્યો હોવાનું માલુમ પડયું હતું.

રાત્રિના સમયે હાથ ધરવામાં આવેલા દીપડાના રેસ્ક્યુ ઓપરેશનમાં પાંજરું મૂકીને નેટ અને રસ્સાની મદદથી નોંધપાત્ર જહેમત બાદ આશરે દસેક વર્ષની ઉંમરના ઉપરોક્ત નર દીપડાને કુવામાંથી સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી રાત્રિના દોઢેક વાગ્યે બહાર કાઢવામાં સફળતા મળી હતી.