જામનગરમાં ટ્રાવેલ્સ સંચાલકને ફિલ્મી ઢબે ઉઠાવી જઈ ઢોર માર માર્યોં : સમગ્ર ઘટના CCTV માં કેંદ

0
5524

જામનગરના ટ્રાવેલ્સના એક સંચાલક ને કારમાં ઉઠાવી જઇ માર મારવા અંગે હાઇવે હોટલના સંચાલક સહિત ૬ વ્યક્તિ સામે ફરિયાદ

  • ફરિયાદી યુવાનને જમવા બાબતે હાઇવે હોટલના સંચાલક સાથે તકરાર થયા પછી તેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાની પોલીસ ફરિયાદ થઈ 

  • (૧) સંજય ચીરોડીયા (૨) સુરેશભાઇ નાથાભાઇ ભુંડીયા (૩) કરશન નાથાભાઇ ભુંડીયા તથા (૪) પાલા પાંચાભાઇ જાપડા તથા બે અજાણ્યા ઇસમો તથા તપાસમા ખુલ્લે તે 

  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થતા પોલીસે તમામની શોધખોળ આદરી છે.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ સપ્ટેમ્બર ૨૪, જામનગરમાં ઇવા પાર્ક વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા દુર્ગેશ નાથાભાઈ ગમારા નામના ૪૨ વર્ષના ભરવાડ યુવાન વેપારીએ પોતાનું કારમાં અપહરણ કરી જઇ ઢોર માર મારવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામનગર નજીક બાયપાસ રોડ પર આવેલી હાઈવે હોટલના સંચાલક પાલા પાંચાભાઈ ઝાપડા ઉપરાંત સંજય ચિરોડીયા, સુરેશ ભુંડિયા, કરસન નાથાભાઈ અને તેના બે અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન દુર્ગેશ પોતાના મિત્ર પ્રતાપસિંહ સાથે જામનગર નજીક હાઈવે રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલમાં જમવા માટે ગયા હતા, જ્યાં હોટલના કાઉન્ટર પર બેઠેલા પાલાભાઈ ઝાપડા સાથે ફરિયાદી યુવાન દુર્ગેશ સાથે બોલાચાલી થઈ હતી, જેનું મનદુઃખ રાખીને તમામ આરોપીઓ ઘર શોધતા શોધતા દુર્ગેશ ભરવાડ પાસે પહોંચ્યા હતા, અને તેને ઉઠાવી જઈ લોખંડના પાઇપ અને લાકડા ના ધોકા વડે આડેધડ માર માર્યો હતો. તેમ જ ખોટા કેસમાં ફીટ કરાવી દેશે તેવી ધમકી આપી હતી.

ઉપરાંત પોલીસ ફરિયાદ કરવા જશે તો પણ પતાવી દેવાની ધમકી આપી હતી. આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો અને તમામ છ આરોપીઓ સામે ગુન્હો બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૧૪૦(૩), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦ જી.પી. એક્ટ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.