પોલીસકર્મીઓનું આંદોલન : ગ્રેડ પે…આંદોલન શરૂ થાળી – વેલણ ખખડયાં…
ગ્રેડ – પે આંદોલનની આગ રાજ્યભરમાં પ્રસરી ગઈ…સોશિયલ મીડિયામાં ગ્રેડ પે આંદોલન મુદ્દે… જામનગરમાં મહિલાઓએ બોલાવ્યો દેકારો..!
ગુજરાત પોલીસના કર્મચારીઓએ ગ્રેડ-પે વધારવાની માગણી સાથે પહેલા સોશિયલ મિડીયા અને હવે ખુલ્લેઆમ ધરણાં સહિતના આંદોલન રાજ્ય ભરમાં શરૂ થઈ ગર્યા છે. તેવામાં જામનગરમાં પણ થાળી-વેલણ સુર ગુંજયા અને સાથ આપવાની અપીલ કરી રહ્યા છે.
જામનગરના પોલીસ કર્મીની મહિલાઓએ થાળી વગાડી વિરોધ દર્શાવ્યો..
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૨૭. સોશિયલ મીડિયામાં ગ્રેડ પે મુદ્દે પોલીસ કર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે. અને હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભામાં ધરણા કરવા બેઠા હતા. ત્યારે તેના ટેકામાં અન્ય સ્વેચ્છિક સંસ્થાઓ પણ જોડાઈ હતી અને સટે કોઈએ ટેકો જાહેર કર્યો હતો.ત્યારે આજરોજ જામનગર સીટી પોલીસ લાઈનના પોલીસ કર્મીની પત્ની તથા બાળકો દ્વારા થાળી વગાડી ને વિરોધ દર્શાવવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસે જ પોલીસના ધર પાસે બંદોબસ્ત ગોઠવવાનો વારો આવ્યો હતો..! જેના પગલે જામનગર હેડ કવાટર્સ પોલીસ લાઈનની મહિલાઓ પણ બહોળી સંખ્યામાં રોડ પર ઉતરી આવતા ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ તાત્કાલિક ધોરણે પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સમજાવટનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પણ પોલીસકર્મીના પરિવારો સામે ખુદ પોલીસ પણ લાચાર બની હતી..!
બીજી બાજુ રાજ્યના પોલીસ કર્મચારીઓને પગારની સાથે અન્ય ભથ્થા તથા સુવિધા અપાતી હોવાની સ્પષ્ટતા પણ આદેશમાં કરવામાં આવી રહી છે.
હાર્દિક પંડ્યાના આ ધારણા બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. અને તેને લઈને આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવાયું છે કે પગાર અને અન્ય ભથ્થાઓ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે.
જેમાં કોન્સ્ટેબલનો પગાર 18 હજારથી 56900, હેડ કોન્સ્ટેબલનો પગાર 21700 થી 69 હજારની આસપાસનો હોવાનું કહેવામાં આવ્યું છે મદદનીશ પોલીસ ઇન્સ્પેકટરનો પગાર પણ 25500 થી 81 હજારની આસપાસ છે.
આ આદેશમાં પોલીસ વિભાગે બે મુદ્દા સ્પષ્ટ કર્યા છે. સાતમાં પગાર પંચ પ્રમાણે પગાર આપવામાં આવી રહ્યું છે. તેમજ અન્ય ભથ્થા આપવામાં આવી રહ્યા છે. ઝઅ, ઉઅ અને રજાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આમ છતાં કોઈ કર્મચારીને તકલીફ હોય તો તે પોલીસ ફોરમમાં તેની રજૂઆત કરી શકે છે. હાલ તો આંદોલનને વેગ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.