જામનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ડાયરેક્ટર માટે ની ચૂંટણી યોજાઇ

0
2502

જામનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ડાયરેક્ટર માટે ની ચૂંટણી યોજાઇ

  • વેપારી તેમજ ખેડૂત વિભાગના ડાયરેકટર્સની ૧૪ બેઠકો માટે ર૮ ઉમેદવારો મેદાનમાં
  • વેપારી વિભાગ મા ૧૦૦ ટકા અને ખેડૂત વિભાગ મા ૯૬ ટકા મતદાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૪, ખેતી વાડી ઉત્પન્ન બજાર સમીતિ જામનગર (હાપા માર્કેટ યાર્ડ) ના ૧૪ ડાયરેકટર માટેની ચૂંટણી માં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ ૧૪ બેઠક માટે ર૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સરેરાશ ૯૭ ટકા જેવું ભારે મતદાન થઈ ગયું છે.હાપા માર્કેટ યાર્ડની ચૂંટણી સમરસ થાય તેવા પ્રયત્નો થયા હતાં. પરંતુ તેમાં સફળતા મળી ન હતી આથી આજે બેલેટ પેપર થી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૧૭ ઉમેદવારો અને વેપારી વિભાગની ૪ બેઠક ૧૧ ઉમેદવારો એ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. ખેડૂત વિભાગ માં ૭૬૦ અને વેપારી વિભાગ ૧૧૦ મળી કુલ ૧૪ બેઠક માટે ૮૭૦ મતદારો નોંધાયા છે.આજે સોમવારે સવારે ૯ વાગ્યે માર્કેટ યાર્ડમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.અને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થયું હતું. ખેડૂત વિભાગમાં ૭૬૦ મતદારો નોંધાયા છે તેમાંથી ૭૧૯ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા ૯૪ ટકા જેવું મતદાન નોંધાયું છે. જ્યારે વેપારી વિભાગમાં તમામ ૧૧૦ મતદારોએ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરતા સો ટકા મતદાન નોંધાયું હતું. આમ બંને વિભાગમાં મળીને સરેરાશ ૯૭ ટકા જેવું ભારે મતદાન થયું છે.હવે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરીત પેનલ સામે પક્ષનાં જ બે સભ્યોએ ઉમેદવારી નોંધાવી ઉપરાંત આમ આદમી પાર્ટીનાં જીલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ પણ ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી અધિકારીઓ જીલ્લા રજીસ્ટ્રારની સિધી દેખરેખ હેઠળ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.