જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિની માતા-પિતા વિહોણી 16 દીકરીઓનો સમૂહલગ્નોત્સવની તડામાર તૈયારી.
લગ્નના મંડપમાં જતા પહેલા તમામ ક્ધયાઓ માટે દિકરી પૂજન નામનું વિશિષ્ટ પૂજન
તમામ દિકરીઓને ક્ધયા દાન જે લોકોને પુત્રી નથી તે લોકો દ્વારા કરવામાં આવશે
દેશ દેવી ન્યુઝ જામનગર: 14. જામનગરમાં તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આગામી તા.17ની સાંજે માતા-પિતા અથવા પિતા વિહોણી 16 દિકરીઓના સમુહ લગ્નો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. સસ્થા દ્વારા સહયોગીઓની મદદથી દિકરીઓને જંગી કરીયાવર અપાશે. તેમજ લગ્નના મંડપમાં જતા પહેલા તમામ ક્ધયાઓ માટે દિકરી પૂજન નામનું વિશિષ્ટ પૂજન કરાશે.
આ ઉપરાંત મંડપમાં લગ્નવિધિની શરૂઆત પહેલા વિવિધ કંપનીઓ દ્વારા દિકરીઓનું પૂજન થશે. જનતા ફાટક પાસેથી 16 વરરાજાઓ 4 બગીઓમાં વરઘોડો નિકાળીને રણજીતનગર પાછળના પ્રણામી સંપ્રદાયની જગ્યામાં ઉભા કરાયેલા લગ્ન સ્થળ સુધી પહોંચશે. આ ભગીરથ કાર્યપાર પાડવા 180 કાર્યકરોની ટીમ 25 કમિટીમાં વહેંચાઈને કામ કરી રહી છે.