જામનગર સાધના કોલોનીમાં જૂની અદાવતમાં યુવાન અને તેના પરીવાર પર હુમલો
- ગુલાબનગર પાસે કારમાં તોડફોડ તથા હુમલો કારણભૂત
- હુમલાખોરોએ મહિલાના હાથ પર ધોકો મારતા હાથમાં ફેક્ચર થયું
- ગઇકાલે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા હતા.
- આરોપી : (૧) અફજલ ગામેતી તથા (૨)મુકેશ સીંધી (૩) નીકુલસિંહ જાડેજા રહે.બધા જામનગર તથા ત્રણ અજાણ્યા ઇસમો
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ જાન્યુઆરી ૨૩ જામનગર સાધના કોલોનીમાં મહિલા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે બે બાઈક પર આવેલા ઈસમોએ હુમલો કર્યો હતો ધોકા અને પાઇપ વડે હુમલો કરતા ચકચાર મચી ગઇ છે.
પોલિસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર હિતેશ રાઠોડ ઉર્ફે સાકીડાના ઘર ઉપર ૬ શખ્સોએ ધોકા પાઇપ વડે હુમલો કરી નાશી ગયા હતા હુમલામાં રમાબેન નામની મહિલાને ધોકો ફટકારી દેતા ઘાયલ મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી જે મામલે પોલીસ કાફલો દોડી જઈ બનાવની વિગત મેળવી હતી
જામનગર સાધના કોલોની ગેટ નંબર – ૧ બ્લોક નં M/૫૧ રૂમ નંબર ૩૮૬૫ માં રહેતા ભારતીબેન ચાવડાએ પોતાના પરીવાર પર છ શખ્સોએ હુમલો કર્યાંની સીટી-એ પોલિસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા તેના દેયર હિતેશ સોમાભાઈ રાઠોડ નામના વ્યક્તિ ઉપર ગુલાબનગર પાસે હુમલો થયો હતો જેનું મનદુઃખ રાખી ફરી હુમલો કર્યા હોવાનું બહાર આવ્યું છે.
સાધના કોલોનીમાં રહેતા સાકીડાના ઘરે સાંજના સમયે બાઈક પર આવેલા શખ્સો ધોકા અને પાઇપ પડે હુમલો કર્યો હતો અને ઘરની બાજુમાં પડેલી રીક્ષામાં પણ તોડફોડ કરી હોવાનું બહાર આવ્યું છે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. જેને લઇ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી શખ્સોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છ સામે ગૂનો નોંધ્યો છે.
સીટી એ ડિવિઝન પોલીસે IPC કલમ -૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૩૪ તથા એટ્રોસીટી એક્ટ મુજબ ની કલમ ૩(૧)આર,૩(૧) એસ,૩ (૨)(૫-એ) તથા જી.પી એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનોં નોંધી વધુ તપાસ Dysp વરૂણ વસાવા ચલાવી રહ્યા છે.