જામનગરના પુનિત નગર વિસ્તારમાં રહેતા યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરી દેવા અંગે નું ચકચારી પ્રકરણ
-
તું મારી પત્ની સામે શું કામ કતરાઈને જુએ છે, તેમ કહી છરી વડે હુમલો કરી પગની નસ કાપી, ફેફસામાં નુકસાન પહોંચાડ્યું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ ઓક્ટોબર ૨૪, જામનગરના પુનિત નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરી દેવા અંગેના પ્રકરણમાં આરોપીની પત્ની સામે ફરિયાદી યુવાન કતરાઈને જુએ છે, તેવો શક-વહેમ રાખીને હુમલો કરી પગની નસ કાપી નાખ્યાની તેમજ ફેફસામાં નુકસાન પહોંચાડ્યા ની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી મહેન્દ્રસિંહ હરિસિંહ જાડેજા નામના ૫૫ વર્ષના પ્રૌઢે પોતાના પુત્ર મયુરસિંહ જાડેજા ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી પગની નસ કાપી નાખવા અંગે તેમજ ફેફસામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં નુકસાન પહોંચાડવા અંગે પુનિતનગર વિસ્તારમાં જ રહેતા મયુરસિંહ સજુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઈજા પામનાર યુવાન મયુરસિંહ કે જે આરોપી મયુરસિંહ જાડેજા ની પત્ની સામે કતરાઈને જુએ છે એવી શંકા અને વહેમ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જેમાં યુવાનની પગની ધોરી નસ કપાઈ છે. તેમજ ફેફસા વગેરેમાં પણ ઈજા થઇ છે, અને હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયાં તેની હાલત નાજુક ગણાવાઈ રહી છે.