જામનગરમાં પરિણિતા સાસરીયાઓના ત્રાસથી મરવા મજબુર બની : પતિ- સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો

0
3644

જામનગરના યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતી પરણીતાને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ- સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો

  • યુવતી ને સાત વર્ષ દરમિયાન સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી અને માવતર થી પૈસા લાવવાની માંગણી સંતોષી નહીં શકતા ગળાફાંસો ખાઈ લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ ડિસેમ્બર ૨૩, જામનગર માં ઢીંચડા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતી એક પરપ્રાંતિય પરણીતા, કે જેણે પોતાના પતિ અને સાસુ-સસરાના ત્રાસ થી કંટાળી જઈ, ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મૃતક ના પિતાની ફરિયાદના આધારે પોતાને પુત્રીને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ- સાસુ અને સસરા સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની રાજેશકુમાર શ્રીકૃષ્ણ તિવારી (૫૩ વર્ષ), કે જેની પુત્રી રાસીબેન ના લગ્ન આજથી સાત વર્ષ પહેલાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા શૈલેન્દ્ર અશોક કુમાર તિવારી સાથે થયા હતા, ૭ વર્ષના લગ્નગાળા દરમિયાન રાસીબેન ને સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી સાસરિયાઓ દ્વારા અવારનવાર મેણાં ટોણા મારવામાં આવતા હતા, અને દવાનો જે ખર્ચ કર્યો હતો, તે ત્રણ લાખ રૂપિયા માવતરેથી લઈ આવવા માટે દબાણ કરાતું હતું. જે ત્રણેયના ત્રાસથી કંટાળી જઇ રાસીબેને ગત ૧૪.૧૦.૨૦૨૩ ના દીને પોતાના ધેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.આ બનાવ પછી મૃતક ના પિતા રાજેશકુમાર તિવારી, કે જેઓ તેવા વતનમાંથી જામનગર આવ્યા હતા, અને તેમણે સમગ્ર બનાવ મામલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની પુત્રીના શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે તેણીના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે રાસીબેનના પતિ શૈલેન્દ્ર અશોકકુમાર દ્વિવેદી, સસરા અશોકકુમાર દ્વિવેદી, અને સાસુ-શુશીલાબેન દ્વિવેદી સામે આઈપીસી કલમ ૩૦૬ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ શરૂ કરી છે.