જામનગર NSUI દ્વારા કોલેજમાં હોદ્દેદારોની નિમણૂક અને બાઈક રેલી યોજાઈ

0
1

જામનગરમાં એનએસયુઆઈ દ્વારા કોલેજ મા હોદ્દેદારોની નિમણૂક અને બાઈક રેલી યોજાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૪ જાન્યુંઆરી ૨૪, જામનગરમાં એનએસયુઆઈ દ્વારા તમામ કોલેજમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવાનો કાર્યક્રમ સાથે આજે બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતું.જામનગર ની અલગ અલગ કોલેજો માં NSUI ના પ્રમુખ તેમજ નવી બોડીની રચના કરવામાં આવી છે. આ સાથે જ ડી.કે.વી. કોલેજ થી બાઈક રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી ડી.કે.વી.થી ગુરૂદ્વારા ચોકડી, ડો. આંબેડકર ની પ્રતિમા અને ત્યાં થી મહારાણા પ્રતાપ ની પ્રતિમા પાસે આ રેલી પૂર્ણ થઈ હતી. જેને એન.એસ.યુ.આઈ.ના ગુજરાત પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી અને સ્થાનિક આગેવાનોએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.આ પ્રસંગે તમામ કોલેજોના વિદ્યાર્થીઓને એન.એસ.યુ.આઈ.માં જોડવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા ઉપરાંત અલ્તાફ ખફી, જેનબબેન ખફી, દાઉદભાઈ નોતીયાર, તૌસીફખાન પઠાણ, શકિતસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ જોખીયા, સહારાબેન મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.