જામનગર નવાગામમાં માતાના ઝઘડામાં પુત્ર બાખડ્યાઃ મામલો પોલીસ મથકે
- તને શેનો પાવર છે કહી કપાળમાં મુઠ મારી લોહીલુહાણ કર્યોં : અગાઉની બોલાચાલીનો ખાર કારણભૂત
- આરોપી :- વિશ્વરાજસિંહ કીશનસિંહ વાળા રહે. નવાગામ ઘેડ રાજપુત સમાજ સામે, જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ નવેમ્બર ૨૩ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં માતાના ઝઘડામાં પુત્ર બાખડી પડતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં શક્તિસિંહ નમનાપો યુવાનને કપાળમાં ટાકા લેવાનો આવ્યો હતો પોલીસે યુવાનની ફરિયાદ પરથી પાડોશમાં રહેતા વિશ્વરાજસિંહ વાળા નામના શખ્સ વિરૂદ્ધ ગુનો નોધ્યો છે.પોલિસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર નવાગામ ઘેડ રાજપૂત સમાજ પાસે રહેતા શક્તિસિંહ નરેંન્દ્રસિંહ ઝાલાના માતા અને પાડોશમાં રહેતા આરોપી વિશ્વરાજસિંહ કીશનસિંહ વાળાની માતા સાથે અગાઉ નજીવી બોલાચાલી થઈ હતી તેમાં ઘરમેળે સમાધાન પણ થઈ ગયું હતું જેનો ખાર રાખી તેવામાં ગઇકાલે વિશ્વરાજસિંહ વાળાએ શક્તિ ર્સિહને રોકી કહ્યું“તને શેનો પાવર છે તુ મારા માતા સામે કેમ બોલે છે ” તેમ કહી ભુંડી ગાળો આપી એકદમ ઉશ્કેરાઈ જઈને શક્તિનેકપાળના ભાગે તથા ડાબી બાજુની ગાલ મુઠ મારી ઈજા પહોંચાડી હતી તેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતોઆથી સીટી-બી ડિવિઝન પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનોં નોંધી આગળની તપાસ ASI એસ.એસ દાતણીયાચલાવી રહ્યા છે.