સામું જોવા જેવી નજીવી બાબતે યુવાન ઉપર ચાર શખ્સોનો જીવલેણ હુમલો
- સમાધાન માટે બોલાવી ૪ શખ્સો ધોકા, પાઇપ તલવાર વડે ટુટી પડ્યા: વહેલી સવારનો બનાવ
- રાત્રીના ભાગે ચા-લારીના ગલ્લા ઉપર માથાકુંટનો સીલસીલો યથાવત
- આરોપી :- (૧) અલ્તાફભાઇ ઉર્ફે અલ્તાફ ટોપી દોશમામદ તાયાણી રહે ધરાનગર આવાસ પોલીસ હેડ ક્વાર્ટસ પાછળ જામનગર (ર) ઇમરાન ખેરાણી (૩) મહમદબાપુ યુસુફભાઇ સુમરા (૪) જોન વાઘેર રહે બધા.ગુલાબનગર જામનગર
દેશ દેવી ન્યુઝ ૨૨ ઓગસ્ટ ૨૨ જામનગર ગુલાબનગર મોહનનગર રાજમોતી ટાઉનશીપ પાસે રહેતા સદામ તાયાણી નામના યુવકને સામુ જોવા બાબતે બોલાચાલી થયા બાદ સમાધાન કરવા કરવા બોલાવી ચાર શખ્સો ધોકા,પાઇપ વડે ટુટી પડતા નાશ ભાગ મચી ગઈ હતી.ફરીયાદી સદામ તાયાણી નામનો યુવક નાગનાના નાકે ચા પીવા ગયો હતો ત્યા ઇમરાન ખેરાણી સાથે સામુ જોવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ બંને ત્યાથી છુટા પડી ગયા હતા તે બાબતનો ખાર રાખી અલ્તાફભાઇ ઉર્ફે અલ્તાફ ટોપી દોશમામદ તાયાણી નામના શખ્સે સમાધાનની વાતચીત કરવા સદામને ફોન કરી બોલાવ્યો હતો અગાઉથી તૈયારીમાં આવેલા શખ્સોએ સદામ કાંઈ સમજે તે પહેલા પથ્થરનો ઘા મારી યુવાનને પછાડી દીધો હતો તેવામાં આરોપી ઇમરાન ખેરાણીએ એક્સેસ ગાડીમાંથી તલવાર કાઢી ઉંધી તલવારના આડેધડ બે ઘા ફરિયાદના પગમાં ફટકારી દીધા હતા અને તમામ આરોપી એકસંપ થઇ લાંખડના પાઇપ , ધોકા વડે ટૂટી પડતા યુવાનને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સામુ જોવા જેવી સામાન્ય બાબત ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભારે ચકચાર મચી ગઈ હતીબનાવની જાણ થતા સીટી-એ ડિવિઝન પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ બનાવની ભાળ મેળવી હતી ફરીયાદી સદામ વલીભાઈ તાયાણીની ફરીયાદ પરથી IPC કલમ ૩૨૫ , ૩૨૪ , ૩૨૩,૫૦૪ , ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.વધુ તપાસ Pl મહાવીર ર્સિહ જલુની રાહબરી હેઠળ દરબારગઢ ચોકીના PSI એન.વી હરિયાણી ચલાવી રહ્યા છે.