જામનગરમા GPCBના સધન ચેકીંગમાં અનેક ઔધોગિક એકમો ઝપટે ચડી ગયા

0
2094

જામનગર ઔદ્યોગિક એકમો પર GPCB ના દરોડા : કેમીકલયુક્ત પાણીનો જાહેરમાં નિકાલ : બોર્ડ લાલઘુમ : અનેક કારખાનેદાર સામે કાર્યવાહી

  • શહેરના શંકરટેકરી, કનસુમરા, દરેડ જીઆઇડીસીનો સમાવેશ : અનેક કારખાના દાર દંડાયા : મામલો વડી કચેરીએ પહોંચ્યો : લાખોનો દંડ ફટકારાશે
  • GPCB ના દરોડાના પગલે કેટલાય કારખાનેદાર તાળા મારી પલાયન
  • ઘણાખરા એકમો રાજનેતાના શરણોમાં : ભલામણનો દોર શરૂ
  • ચેકિંગ કામગીરી ચાલુ રહેશે : પ્રદુષણ બોર્ડ આકરા પાણીએ : વડી કચેરીએ જાણ કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ જુલાઇ ૨૩ જામનગરમાં શંકરટેકરી, દરેડ જીઆઇડીસી કનસુમરા વિસ્તારમાં જાહેરમાં ઝેરી કેમીકલયુકત પાણી,જોખમી કચરાનો જાહેરમાં નિકાલ કરતા એકમોની લોક ફરીયાદના પગલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું તેમાં અનેક કારખાનેદાર જાહેરમાં પાણીનો નિકાલ કરતા ઝડપાયા હતા જેને પગલે ઔદ્યોગિક એકમોમાં ફફડાટ વ્યાપી ગયો હતોસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના વિવિધ ઔદ્યોગીક વિસ્તારોમાં GPCB દ્વારા લોક ફરિયાદના પગલે આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં અનેક કારખાનના વપરાશ, પાણીના નિકાલ, લાયસન્સ સહિતના દસ્તાવેજોની રજીસ્ટર ની ચકાસણી કરવામાં આવી હતી તેમાંના ઘણા એકમો દ્વારા ઝેરી કેમીકલયુક્ત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ લાયસન્સની આર્ડમાં પીળો પરવાનો મળી ગયો હોય તેમ ગૌરખધંધા ચાલતા હોવાની અનેક ફરિયાદ સામે આવી છે. જેને પગલે પ્રદુષણ બોર્ડ સફાળું જાગ્યું હતું અને કડક ચેકીંગ હાથ ધર્યું હતું તેમાં અનેક એકમો ઝપટે ચડી ગયા હતા તેને સ્થળ પર નોટીસ આપી કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની જાણ વડી કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. દરોડાના પગલે કારખાનેદારમાં ભારે ફફડાટ ફેલાયો હતો તેવામાં કેટલાયે તાળા મારી છુમંતર થઈ ગયા હતાઆ દરોડામાં ઝડપાયેલા એકમોને વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવા અંગેની લેખિતમાં સૂચના આપી હતી અને પર્યાવરણીય કાયદાઓ અન્વયે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બનાવમા પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો આ કાર્યવાહી ગુજરાત પ્રદુષણ બોર્ડ જામનગરના પ્રાદેશિક અધિકારી સહિતની ટીમ જોડાઇ હતી