જામનગર ગોકુલનગરમાં વેવાઈએ વેવાઈને ઢીંબી નાખ્યા : ચારને ઇજા

0
6879

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે વેવાઈ વચ્ચે ઝઘડો થયો હોવાથી મામલો પોલીસ મથકે પહોચ્યો

  • રિસામણે બેઠેલી પત્નીને સમાધાન માટે તેડી જવા બોલાવ્યા પછી વેવાઈ અને પરિવારજનોએ હુમલો કર્યા ની ફરિયાદ
  • વેવાઈના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા વેવાઈને માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા: પરિવારના અન્ય ચાર સભ્યોને પણ ઇજા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ નવેમ્બર ૨૩, જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે વેવાઈઓ સમાધાન માટે એકત્ર થયા પછી બાખડી પડ્યા હતા, અને વેવાઈએ વેવાઈ પર હુમલો કરી દેતાં સાત ટાંકા લેવા પડ્યા છે, જ્યારે તેના પુત્ર સહિત અન્ય ચાર વ્યક્તિને ઇજા થઈ છે. સામા પક્ષના વેવાઈ સહિતના ચાર સભ્યો સામે હુમલા ની ફરિયાદ નોંધાવી છે. રિસામણે બેઠેલી પરણીતાને તેડવા ગયા પછી મામલો બીચક્યો હતો.આ બનાવની વિગત એવી છે કે જામનગર ના ગોકુલનગર રડાર રોડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મનસુખભાઈ ભીમાભાઇ વિરમગામા નામના સતાવન વર્ષના પ્રૌઢએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ભરત અને જયેશ તેમજ જમાઈ દિનેશ અને પોતાના ભત્રીજા સાગર ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના વેવાઈ બાવનજીભાઈ શામજીભાઈ રાઠોડ અને તેના પરિવારના અન્ય ત્રણ સભ્ય સામે ફરિયાદ નોંધાવી છે.આ હુમલામાં મનસુખભાઈ ને માથાયના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, અને પાંચ ટાંકા લેવા પડ્યા છે.સમગ્ર મામલાની જાણ થતાં સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ડાંગર વગેરે ના બાવજીભાઈ શાંતિભાઈ રાઠોડ તેમજ તેના પુત્ર વિજય રાઠોડ, પુત્રવધુ મંજુબેન રાઠોડ તેમજ પુત્રી કિંજલબેન સામે હુમલા અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
આ હુમલાના બનાવની વિગત એવી છે કે મનસુખભાઈ વિરમગામાના પુત્ર જયેશ કે જેના લગ્ન બાવજીભાઈ ની પુત્રી કિંજલ સાથે થયા હતા, પરંતુ છેલ્લા આઠ માસ થી કિંજલ રિસામણે બેઠી હતી, જેથી ફરિયાદી મનસુખભાઈ તેનો પુત્ર જયેશ અને ભરત ઉપરાંત જમાઈ દિનેશ રામજીભાઈ દેગામા અને ભત્રીજો સાગર પાંચેય વ્યક્તિ સમાધાન માટે બાવનજીભાઈ ને ત્યાં ગયા હતા, અને ત્યાં ફરીથી ઝઘડો થતાં આ હુમલો કરાયો હતો. જે મામલે સીટી સી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ડાંગર વધુ તપાસ ચલાવી રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બાવનજીભાઈના જૂથ દ્વારા અગાઉ મનસુખભાઈ વિરમગામમાં અને તેની સાથેના અન્ય ચાર વ્યક્તિઓ સામે હુમલા અંગેની વળતી ફરિયાદ નોંધાવી હતી.