જામનગરમાં ઘરે પાણી ભરવા આવેલી સગીરાની લાજ લૂંટવાનો પ્રયાસથી ચક્યાર

0
4048

જામનગરના ચમન સોસાયટીમાં રહેતા એક નરાધમ શખ્સ નું કારસ્તાન

  • પોતાના ઘેર પાણી ભરવા માટે આવેલી સગીરાની લાજ લૂંટવાના ઇરાદે સગીરા પર સજાતીય હુમલો કર્યાની ફરિયાદથી ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૪ જામનગરમાં કાલાવડ નાકા બહાર ચમન સોસાયટીમાં રહેતી એક સગીરા પોતાના પાડોશીને ઘેર પાણી ભરવા ગઈ હતી, જે દરમિયાન પાડોશી એ સગીરા પર નજર બગાડી, તેણીની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો, અને તેણી પર જાતીય હુમલો કર્યાનો મામલો સામે આવતાં ચકચાર જાગી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. જે આરોપી ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર ચમન સોસાયટીમાં રહેતી એક સગીરા પોતાના પાડોશમાં જ રહેતા હારુનભાઈ ફકીર ના ઘેર પાણી ભરવા માટે ગઈ હતી, જે દરમિયાન તેણીની એકલતા નો લાભ લઈને આરોપી હારુન ફકીરે સગીરાની આબરૂ લેવાના ઇરાદે પાછળથી બથ ભરી શરીરના આગળના ભાગે બળજબરીપૂર્વક જાતીય હુમલો કર્યો હતો.ત્યારબાદ દેકારો થઈ જતાં આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો, અને સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જ્યાં સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડાએ આરોપી હારુન સામે આઇપીસી કલમ ૪૫૪- એ, ૩૫૪- બી તેમજ પોકસો એક્ટ ની કલમ ૭,૮ મુજબ ગુન્હો નોંધ્યો છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.