ભાજપ શાસિત ‘જામ્યુકો’માં ભાજપના જ કોર્પોરેટર પોતાના ખર્ચે ગટર બનાવવાની મંજૂરી માંગતા રાજકારણમાં ગરમાવો!!!
- શહેરના વોર્ડ નં.9 ના નગરસેવક નિલેશભાઇ કગથરાએ મ્યુનિ. કમિશ્ર્નરને લખ્યો સળગતો પત્ર
- છેલ્લા 6 મહિનાથી અવિરત રજૂઆત કરતા હોવા છતાં સમસ્યાનુ કોઇ નિરાકરણ “ન” આવતા કોર્પોરેટરે ભર્યૂ આકરૂં પગલું.
- વોર્ડ નંબર-૯માં અન્ય લોકો પોતાના લાભ અને સ્વાર્થ માટે રાજકારણ કરે છે. જ્યારે મે હર હમેશ લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કર્યું છે. : કોર્પોરેટર: – નિલેશ કગથરા
દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર તા.૧૨ ઓક્ટોબર ૨૨ જામનગરક શહરેમાં ભાજપ શાસિત ‘જામ્યુકો’માં ભાજપના જ કોર્પોરેટર પોતાના ખર્ચે ગટર બનાવવાની મંજૂરી માંગતો એક પત્ર શહેરના વોર્ડ નં.9 ના નગરસેવક નિલેશભાઇ કગથરાએ મ્યુનિ. કમિશ્નરને લખ્યો સળગતો પત્ર લખતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. છેલ્લા 6 મહિનાથી અવિરત રજૂઆત કરતા હોવા છતાં ગટરની સમસ્યાનું કોઇ નિરાકરણ ન આવતા વોર્ડ નં.9 ના કોર્પોરેટરે આકરું પગલું ભર્યુ છે.જામ્યુકોના વોર્ડ નં.9ના કોર્પોરેટર નિલેષભાઇ કગથરાએ મ્યુનિ. કમિશ્નર વિજય ખરાડીને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, શહેરના વોર્ડ નં.9 માં આવેલ આણંદાબાવાના ચકલાથી કલ્યાણજીના મંદિર તરફ જતા રસ્તામાં છેલ્લા છ માસ કરતા વધુ સમયથી તેમના દ્વારા તથા આ વોર્ડના એસ.એસ.આઇ દ્વારા ભુગર્ભ ગટર શાખામાં લેખિત, મૌખિક અને ટેલીફોનીક મેસેજથી વારંવાર ગટર છલકાવવાના પ્રશ્ર્ન અંગે રજૂઆત કરાઇ હોય જેનો કોઇ નિરાકરણ આજ સુધી આવ્યો નથી.આ ઉપરાંત ભુગર્ભ ગટર શાખાના એન્જિીનિયર દ્વારા અહીં નવી ગટર બનાવી પડશે તેવો અભિપ્રયા પણ આપેલ હોવા છતાં નવી ગટર બનાવવામાં આવતી નથી.
આ પ્રકરણમાં જો જામ્યુકો પાસે નાણાની અછત કે જોગવાઇ ન હોય તો કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા સ્વખર્ચે આ વિસ્તારના લોકોનો પ્રશ્ર્ન હલ થાય તેના માટે ગટર બનાવી આપવા તૈયારી દર્શાવી છે અને આ અંગે તેમણે વહિવટીતંત્ર પાસે મંજુરી માંગતો પત્ર પણ લખ્યો છે.પત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર આ વિસ્તારની અંદર જૈન સમાજના દેરાસર અને ઉપાશ્રયો આવેલા છે તથા ગણપતિનું મંદિર આવેલ છે. જૈન સાધુ સંતો અને શ્રાવકો ખુલ્લા પગે દેરાસર જતા-આવતા હોય, ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. આટલી હદે મુશ્કેલી હોવા છતા આ સામાન્ય પ્રશ્નોન છ માસથી ઉકેલ ”ન” આવેલ તે બાબત ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક છે. જયારે અહીં ગટર બની હતી ત્યારે તે લાઇન લેવલ વગર બની હતી. ગટર બન્યા પછી કોઇ નવા મોટા બિલ્ડીંગ બનેલ નથી કે નવા જોડાણો આપેલ નથી તેમ છતા આ ગટર વારંવાર છલકાઇ છે. મતલબ કે કામ ચાલુ હતુ ત્યારે યોગ્ય સુપરવિઝન થયેલ નથી. આથી ગટરના આ પ્રશ્નનો અંગે જે કોઇ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવા પણ કોર્પોરેટર નિલેશ કગથરાએ માંગણી કરી છે.