જામનગરમાં બહાદુર પોલીસ કોન્સ્ટેબલની હિંમતથી મહિલાનો જીવ બચ્યો.

0
1821

જામનગરમાં બહાદુર પોલીસ કોન્સ્ટેબલની હિંમતથી મહિલાનો જીવ બચ્યો.

પોલીસ કોન્સ્ટેબલને તરતા “ન”  આવડતું હોવા છતાં તળાવમાં ડૂબતી મહિલાને જોઇ તળાવમાં છલાંગ લગાવી.. દેશ દેવી ન્યુઝ ૨૫.જામનગર: જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાં શુક્રવારે બપોરે એક મહિલા કોઈ રીતે પડી ગયા પછી પોલીસ કોન્સ્ટેબલે હિંમતભેર તળાવમાં ઝંપલાવીને મહિલાનો જીવ બચાવ્યો હતો. જામનગરના રણમલ તળાવના પાછલા ભાગમાં આવેલા ખડપીઠ નજીકના તળાવના ભાગમાં શુક્રવારે બપોરે એક મહિલા પડી ગયા હોવાની કોઈએ ફાયરબ્રિગેેડને જાણ કર્યા પછી ફાયરનો કાફલો તથા 108 ધસી ગયા હતા. ફાયરના જવાનોએ તે મહિલાને ચકાસતા તેઓ જીવિત જણાઈ આવતા 108 મારફતે આ મહિલાને જી. જી.માં સારવારમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસની તપાસમાં મહિલાનું નામ જયશ્રીબેન વિનુભાઇ ચાંદ્રા અને હિરજી મિસ્ત્રી રોડ પર રહેતી હોવાનું ખુલ્યું હતું. પાણીમાં પડવાનું કારણ હજુ અકળ છે. આખી ઘટનામાં પ્લોટ ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેષ ગઢવીએ હિમત દાખવી પાણીમાં કુદીને મહિલાને બહાર કાઢતા તેનો જીવ બચવા પામ્યો છે, જેની પોલીસબેડામાં તેમજ હાજર લોકોએ તેને બિરદાવ્યો હતાં.