જામનગરમાં પોલીસ કર્મચારીનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થયા પછી અપમૃત્યુ

0
6841

જામનગરની બેડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થયા પછી અપમૃત્યુ

  • સમન્સ બજાવવા જતી વખતે બાઈક સ્લીપ થઈને નીચે પટકાઈ પડવાથી નડ્યો અકસ્માત: પોલીસ બેડામાં ભારે શોકની લાગણી
  • મૃતકના વતન ખાવડી ગામમાં સ્થાનિક પોલીસ અને સિટી બી. ડિવિઝન પોલીસની હાજરીમાં ગાર્ડ ઓફ ઓર્નર અપાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ જાન્યુઆરી ૨૪ જામનગરની બેડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મયુરસિંહ રણજીતસિંહ જાડેજા નામના ૩૫ વર્ષ ના પોલીસ કર્મચારીનું આજે સવારે ૧૦.૦૦ વાગ્યે બેડી વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજયું છે. જેથી મૃતકના પરિવારમાં તથા પોલીસ પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા આજે સવારે ૧૦.૦૦ વાગ્યે બેડી પોલીસ ચોકી થી સમન્સ બજાવવા માટે પોતાની ફરજ પર જઈ રહ્યા હતા, જે દરમિયાન બેડી વિસ્તારના બેઠા પૂલ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં નીચે ખાબક્યા હતા, અને હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હતી.

તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જેથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી, અને મૃતકના પરિજનો તેમજ અન્ય પોલીસ સ્ટાફ વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા.

મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવાયા પછી તેઓના મૃતદેહને તેમના વતન મોટી ખાવડી ગામમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં સીટી બી. ડિવિઝન પોલીસ, ઉપરાંત સિક્કા અને પડાણા સહિતની પોલીસ ટીમની હાજરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓર્નર અપાયું હતું, અને ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી.