જામજોધપુરમાં દુકાનદારે સગીરા સાથે અડપલા કર્યાની ફરિયાદ.
ભાગ લેવા ગયેલ બાળાને ફોસલાવી અડપલા કર્યાંની દુકાનદાર ઢગા સામે રાવ: ફીટકાર
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૭. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નોંધાઈ છે કે, ઘાસના ગોડાઉન પાસે રહેતા આરોપી ચંદુભાઈ નાથાભાઈ ચાવડાની દુકાન ખાતે ભાગ લેવા માટે જતા આરોપીએ ફરીયાદીની દીકરી સગીરાનો લાજ લેવાના ઇરાદે હાથ પકડી તેના ધરમા લઇ જઇ ફરીયાદીની ૧૧ વર્ષીય દીકરી સગીરાની મરજી વિરુધ્ધ તેના શરીરે શારીરીક સ્પર્શ કરી શરીરે અડપલા કરતા નાના એવા ગામમાં ચકચાર જાગી છે.
આથી જામજોધપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ સોઢાએ IPC કલમ ૩૫૪, ૩૫૪(ક)(૧)(૨), ૫૦૬(૨) તથા પોકસો એક્ટ ની કલમ ૮,૧૨ મુજબ ગુનો નોંધી આરોપીને લેવા ચક્રો ગતિમાન કર્યા છે 11 વર્ષની બાળા સાથે અડપલા કરનાર ઢગા સામે લાગણી વરસી રહી છે.