ગાંધીના ગુજરાતમાં જામનગર મનપા બની અંગ્રેજ.! ગુજરાતી પ્રજા પાસે વાંધા સૂચન માંગ્યા અંગ્રેજીમાં

0
688

પાર્કીગ પોલીસી અને બાયલોઝ અંગ્રેજી ભાષામાં મુકાતા શહેરીજનોમાં ભારે દેકારો: ગાંધીના ગુજરાતમાં જામનગર મહાનગરપાલિકા બની અંગ્રેજ.!

ભારે હોબાળા પછી 3 દિવસ બાદ મનપાને ‘ જ્ઞાન થયું : પોલીસીનો હાદે ગુજરાતી ભાષામાં વેબસાઈટ પર મુક્યો

બધાને ઈંગ્લીશ આવડતું હોય તે જરૂરી નથી ધણા નાગરીકને ગુજરાતીમાં પણ ફાંફા છે પ્રજા પર આર્થિક બોજ આવવાનો છે તેવામાં ફક્ત પોલીસી અંગ્રેજીમાં મુકવી અયોગ્ય છે: જયેન્દ્રસિંહ એન.ઝાલા એડવોકેટ

જામનગરમાં પાર્કિંગ પોલીસી મામલે વાંધા – સૂચન કરવા છે ? મનપાની વેબસાઇટ પર 14 પેઇઝમાં લાંબુ લચક અંગ્રેજી ભાષામાં લખાણ મુકી દેવાયું

જામનગરમાં વાહનોમાં ખૂબજ વધારો થતા સમસ્યાને હળવી કરવા માટે સરકારના નિર્દેશ અન્વયે ગુજરાતના દરેક શહેરમાં સુવ્યવસ્થિત પાર્કીંગ પોલીસી બનાવવાનું જણાવામાં આવ્યું હતું.

જે અન્વયે જામનગર મહાનગરપાલિકાએ શહેર માટે ડ્રાફટ પાર્કીંગ પોલીસી અને બાયલોઝ બનાવી તા .17 ના મનપાની વેબસાઇટ પર અને ટાઉન પ્લાનીંગ શાખામાં મૂકી વાંધા – સૂચનો મંગાવ્યા છે.

પરંતુ પોલીસીના 34 અને બાયલોઝના 14 પેઇજ ફકત અંગ્રેજી ભાષામાં હોય તમામ શહેરીજનો અંગ્રેજી ભાષા જાણતા ને હોય ભારે દેકારો બોલી ગયો છે.

જામનગરમાં પાર્કિંગ પોલીસી અને બાયલોઝ મહાપાલિકાની વેબસાઇટ પર ગત તા .17 સપ્ટેમ્બરના રોજ મૂકી વાંધા – સૂચનો મંગાવામાં આવ્યા છે.

પહેલાં પોલીસી ફકત અંગ્રેજીમાં મૂકવામાં આવી હતી પરંતુ પોલીસીના 34 અને બાયલોઝના 14 પેઇજ ફકત અંગ્રેજી ભાષામાં હોય તમામ શહેરીજનો અંગ્રેજી ભાષા જાણતા ન હોય ભારે દેકારો બોલી ગયો છે અને ગુજરાતી ભાષામાં પોલીસી અને બાયલોઝ મૂકવા માંગણી ઉઠી છે .