ધરાનગરમાં ”પુત્રવધુ”ના ત્રાસથી ઝેરી દવા પી લેતા સસરાનું મોત : 306 દાખલ

0
1992

જામનગરના ધરારનગર-૧ માં વૃધ્ધના આપઘાત પ્રકરણમાં આખરે પૂત્રવધુ સામે ફોજદારી

  • તા.૧૨ના રોજ પોલીસ સ્ટેશન બહાર ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયા હતા ભારે દોડધામ
  • પાંચ દિવસની સારવાર બાદ મોત : પુત્રવધુ છેડતીની ખોટી ફરિયાદ કરી માનસિક ત્રાસ આપતી હોવાનો આધેડે આક્ષેપ કર્યાં હતો.
  • મરી જવા મજબુર કર્યાં કલમ હેઠળ ગુનોં દાખલ: ભારે ચકચાર.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ ઓક્ટોબર ૨૨ : જામનગરના બેડેશ્વરમાં ધરારનગર-1 વિસ્તારમાં આવેલા વૈશાલીનગર શેરી નં.૬ અને રોડ નં.૪ માં રહેતાં અમિતના પત્ની અમૃતાબેન તેણીના વૃધ્ધ સસરા સાથે અવાર-નવાર જેમ ફાવે તેમ વર્તન કરી જમવાનું આપતી ન હતી અને છેડતી કર્યાના ખોટા આક્ષેપ કરતી હતી તેમજ ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી ગાળાગાળી કરતી હતી.પુત્રવધૂ દ્વારા એક વર્ષથી અપાતા શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને વૃધ્ધ હીરાભાઈ પરમારે ગત તા.12 ના બુધવારે બપોરના સમયે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે આવીને પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવવાનું જણાવતા પોલીસે ફરિયાદ લીધી ન હતી. જેથી વૃધ્ધે પોલીસ સ્ટેશન પાસે જ દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હીરાભાઈ પરમાર નામના વૃધ્ધનું મોત નિપજ્યું હતું.પુત્રવધૂના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કરનાર સસરા હીરાભાઈના મોત બાદ તેના પુત્ર મનિષ પરમાર દ્વારા અમૃતાબેન અમિત પરમાર વિરૂધ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શારીરિક-માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એ.વી.વણકર તથા સ્ટાફે અમૃતાબેન વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.