Home Gujarat Jamnagar જામનગરના ચૌહાણ ફળી વિસ્તારમાં ગાયે મહિલાને ઢીંકે ચડાવીને બે મિનિટ સુધી સરાજાહેર...

જામનગરના ચૌહાણ ફળી વિસ્તારમાં ગાયે મહિલાને ઢીંકે ચડાવીને બે મિનિટ સુધી સરાજાહેર રગદોળી : પુત્રીએ માં નો જીવ બચાવા મોત સાથે બાથ ભીડી

0

જામનગરમાં રખડતા ઢોરનો આતંક : ક્યાં સુધી તંત્રના પાપે લોકો જીવ ગુમાવશે.!

જામનગરના ચૌહાણ ફળી વિસ્તારમાં ગાય મહિલાને ઢીંકે ચડાવીને બે મિનિટ સુધી સરાજાહેર રગદોળી.

લોહીલુહાણ હાલતમાં જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા.જામનગર શહેરના પંજાબ બેંક વિસ્તારમાં ચૌહાણ ફરી શેરી નંબર એકમાં રહેતા કાશ્મીરાબેન ગોહિલ સવારે આઠ વાગ્યે શેરી માંથી નીકળી રહ્યા હતા ત્યારે ગાય દોડીને આવી હતી અને કાશ્મીરાબેન ને ઢીકે ચડાવી ર મીનીટ સુધી રગદોળ્યા હતા કાશ્મીરા બહેનની પુત્રી એ માતાને બચાવવાનો પ્રયાસ કરતા ગાયે તેણીને પણ ઢીંક મારી હતી.આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતાની ઘટના દેશ દેવી ન્યુઝ પ્રસિદ્ધ કરતા જામનગર સહિત ગુજરાતભરમાં ખૂબ જ વાયરલ થઈ હતી અને સારી એવી ચર્ચા જગાડી હતી.!

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version