સોસાયટીના રી-ડેવલોપમેન્ટ કેસમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
- નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા રી-ડેવલોપમેન્ટ સબબ ફરમાવેલ મહત્વનો ચુકાદો : વાંધો લેતા સભ્યોને લપડાક
- હાઇકોર્ટના યુવા ધારાશાસ્ત્રી નિરલ ઝાલા તથા રૂતુરાજ એચ. નાણાવટી ની ધારદાર દલીલો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯ એપ્રિલ ૨૪ આ કેસની વિગત એવી છેકે અમદાવાદ શહેરમાં આવેલ વાસણામાં શિલ્પાલય હાઉસિંગ કોઓપરેટીવ સોસાયટી આવેલ હોય, જેમાં ૨૨૮ ફલેટ છે. શિલ્પાલય હાઉસિંગ સોસાયટીના બિલ્ડીંગનું બાંધકામ આશરે ૩૦ થી ૩૫ વર્ષ જુનું થઈ ગયેલ હોય અને જેથી બાંધકામ ખુબ જ જર્જરિત થયેલ હોય, અને છત તથા દીવાલો પરથી પ્લાસ્ટરના પોપડા ખરતા હોય અને કોઈને ઈજા થઈ શકે તેમ હોય, જેથી સોસાયટીના હોદેદારો દ્વારા વર્ષ ૨૦૧૪ માં આ મુદ્દાને લઇ અને જનરલ મીટીંગો બોલાવેલ અને સોસાયટીના દરેક બિલ્ડીંગના બાંધકામસબબ સ્ટ્રક્ચર એન્જીનીયરનો અભિપ્રાય લેવાનો ઠરાવ થયેલ હોય, જેથી સ્ટ્રક્ચર એન્જીનીયરનો અભિપ્રાય મુજબ સોસાયટીના દરેક બિલ્ડીંગનું રીપેરીંગ અથવા બિલ્ડીંગોનું નવીનીકરણ કરાવવાણી જરૂરીયાત જણાય છે. પરંતુ દરેક બિલ્ડીંગને તોડી નવી બિલ્ડીંગો નવીનીકરણ કરાવવા સભ્ય સોસાયટીમાં ભંડોળ, નવીનીકરણ દરમિયાન સભ્યોને રહેણાકની વ્યવસ્થા જેવા અનેક મુદ્દાઓ સામે આવેલ હોય, જેથી આ ગંભીર મુદ્દા હોદેદારો સામે આવેલ હતો.
જેથી સોસાયટીના હોદેદારો દ્રારા આ ગંભીર સમસ્યાથી સોસાયટીના દરેક સભ્યોને માહિતગાર કરવામાં આવેલ અને જનરલ મીટીંગમાં હાજર સભ્યોના સુચનો લેવામાં આવેલ અને સર્વાનુમતે સોસાયટીના આ ગંભીર સમસ્યાને દુર કરવા સોસાયટીનું રી-ડેવલોપમેન્ટ કરવાનો આખરી નિર્ણય આવેલ અને દિવ્યભાસ્કરમાં જાહેરાત આપી નામાંકિત બિલ્ડરો પાસે અલગ-અલગ ભાવ પત્રકો તેમજ સોસાયટીના સભ્યોને ડેવલોપર પાસેથી નવા ફ્લેટ, સુવિધા તેમજ બાંધકામ માટે જે સમય લાગે તે સબબ સોસાયટીના સભ્યો માટે રહેણાકની વ્યવસ્થા વિગેરે મહત્વના મુદ્દા ધ્યાને રાખી પ્રપોઝલ લેટરો મંગાવવામાં આવેલ અને સોસાયટીની જનરલ મીટીંગમાં સર્વાનુમતે શ્રેષ્ઠ પ્રપોઝલ લેટર આપનાર બિલ્ડરની પસંદગી કરવામાં આવેલ અને સોસાયટીના હોદેદારો દ્રારા કાનુની કાર્યવાહી સબબ વકીલશ્રીની નિમણુક કરેલ અને ડેવલોપર અને સોસાયટીના સભ્યો વચ્ચે કરાર કરવામાં આવેલ હતા. જેમાં ૮૦% સભ્યો દ્રારા રી-ડેવલોપેન્ટ માટે કરાર કરેલ પરંતુ અમુક સભ્યો કરાર કરવા અસ્પષ્ટ જવાબ આપેલ હતા અને ત્યાર બાદ કહેવત છે કે, “સારા કામ માં ૧૦૦ વિઘ્ન” તે મુજબ અમુક સોસાયટીના સભ્યો દ્રારા અલગ-અલગ ખોટા મુદ્દા ઉપજાવી રી-ડેવલોપમેન્ટ ન કરાવવા વાંધા અરજીઓ રજુ રાખેલ તેમજ અમુક સભ્યો દ્રારા યોગ્ય માંગણીઓ કરવામાં આવેલ કે તેઓને ફલેટ તેમજ દુકાનો આપે, બિલ્ડીંગનું બાંધકામ રીપેર થઈ શકે તેમ છે નવીનીકરણની જરૂરીયાત નથી વિગેરે ખોટા વાંધા ઉપસ્થિત કરી અને *હવનમાં હાડકા નાખવા” જેવી પરિસ્થિતિનું નિર્માણ કરેલ હતું.
ત્યાર બાદ વર્ષ ૨૦૨૦માં સોસાયટીના બિલ્ડીંગો બાંધકામની પરિસ્થતિની જાણ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનને થતા સોસાયટીને ધી ગુજરાત પ્રોવીશનલ મ્યુનીસીપલકોર્પોરેશન એક્ટની કલમ-૨૬૪(એ) તળેની શિલ્પાલય સોસાયટીના દરેક સભ્યોને નોટીસ મોકલેલ હોય આ નોટીસમાં એવું સભ્યો પાસે ખુલાસામાંગેલ કે જર્જરિત ઈમારતથી જીવનો જોખમ હોય, આવી ઈમારતને શા માટે દૂર ન કરવા, ન બદલવામાં અથવા તોડી નાખવામાં આવશે નહીં અને જો જાનહાની થાય તો તે માટે જવાબદાર સોસાયટીના હોદેદારોને કેમ ન સમજવા વિગેરે સબબ જવાબો માંગવામાં આવેલ હતા.
જેથી શિલ્પાલય હાઉસિંગ કોપરેટીવ સોસાયટીના હોદેદારો દ્રારા રીડેવલોપમેન્ટ માટે અથાક પ્રયત્નો કરતા હોય પરંતુ અમુક વાંધાદાર જે રીડેવલોપમેન્ટ કરવા સામે ખોટા વિરોધ્ધ કરતા હોય તેમના વિરુધ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા અને સોસાયટીના અન્ય સભ્યોના હિતને ધ્યાને લઈ તેમના વકીલશ્રી દ્રારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન કરવામાં આવેલ. જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન તથા અન્ય ૨૫ વાંધાદારોને નોટીસ ઇસ્યુ કરેલ તેમના લેખિત જવાબો રજુ કરવા, પોતાના વાંધા યોગ્ય છે અને રી-ડેવલોપમેન્ટ ની કોઈ આવશ્યકતા નથી તે સબબ પુરાવા રજુ કરવા યોગ્ય તક આપેલ હતી. આ કાર્યવાહી દરમિયાન અમુક વિવાદિત સભ્યોની આંખ ખુલતા તેઓ દ્રારા સોસાયટીની તરફેણમાં સોગંદનામાં કરી આપેલ અને તેઓને રી- ડેવલોપમેન્ટ સામે તેઓને કોઈ વાંધો ન હોય, તેવું સોગંદ ઉપર જાહેર કરેલ હોય પરંતુ અમુક વાંધાદાર નામદાર કોર્ટ સમક્ષ અનેક રજુઆતો કરવામાં આવેલ હોય. જયારે સોસાયટીના વકીલશ્રી દ્રારા કરેલ ધારદાર દલીલો તેમજ ગુજરાત ઓનર્સશીપ એક્ટ-૨૦૧૮ની કલમ- ૪૧માં જણાવ્યા મુજબ જ્યારે સોસાયટીના ૭૫% સભ્યોનો એકમત હોય ત્યારે ૨૫% વાંધાદારની રજૂઆત ધ્યાને ન લેવા જ્યારે આ કિસ્સામાં સોસાયટીના ૮૦% થી વધુ સભ્યોનો એકમત છે, તેમજ નામદાર સુપ્રિમ કોર્ટના અલગ અલગ ચુકાદાઓ રજુ રાખેલ હોય, જે ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા સોસાયટીના બિલ્ડીંદો ખુબ જ જર્જરીત થઈ ગયેલ હોય, રી-ડેવલપમેન્ટની જરૂરીયાત હોય, રી-ડેવલપમેન્ટ માટે સોસાયટી દ્રારા સર્વાનુમતે ગ્રાહ્ય રાખેલ બિલ્ડરને રી-ડેવલપમેન્ટની કામગીરી આગળ વધારવી, સોસાયટીના સભ્યોને અન્ય જગ્યા પર રહેણાક બદલવા બદલ નક્કી થયેલ ભાડું ચુકવવું. તેમજ આઠ અઠવાડિયામાં સોસાયટીના દરેક સભ્યો રી-ડેવલપમેન્ટ સહકાર આપવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પીરીશનર શિલ્પાલય હાઉસિંગ કોઓપરેટીવ સોસાયટી વતી જામનગરના યુવા ધારાશાસ્ત્રી શ્રી નિરલ વી. ઝાલા તેમજ રૂતુરાજ એચ. નાણાવટી રોકાયેલા હતા.