જામનગરના ધ્રોલમાં પત્ની ઉપર પતિ અને તેના મિત્રએ સાથે મળીને કર્યો હુમલો..
પતિએ ભૂંડી ગાળો આપી અને પતીના મિત્રએ ઢીકાપાટુ મારી રાવ..દેશ દેવી ન્યુઝ જામનગર 17.ધ્રોલના ભવ્યચીન સોસાયટીમાં પતિ – પત્ની વચ્ચે થયેલી બોલાચાલીમાં પતિએ મિત્ર સાથે મળીને પત્નીને માર મારીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.પતિ મહેશભાઈ બાબુભાઈ સદાતીયા સાથે ગત તા . ૨૪/ ૧૨ / ૨૧ ના બોલાચાલી થઈ હતી. જે બાબતનો ખાર રાખીને પતિ મહેશભાઈએ તેમના મિત્ર ભરતભાઈ સામે ગઈકાલે મોડી સાંજના પત્ની રીટાબેને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે જમાદાર ડી.પી.વઘોરાએ તપાસ હાથ ધરી છે અને ભવ્યચીન સોસાયટીમાં રહેતી રીટાબેન ( ઉ.વ .૩૭ ) નામની મહિલાને દલસાણીયાએ હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને શરીરે ઈજા પહોંચાડી હતી અને પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી..
આથી પોલીસે રીટાબેનની ફરીયાદ પરથી પતી અને તેના મિત્ર સામે IPC – કલમ 323, 504, 506 (2) તથા જીપીએકટ 114 મુજબ ગુનો નોંધી આરોપી પતિ અને પતિના મિત્રની શોધખોળ આરંભી છે. આ ફરિયાદથી ધ્રોલની ભવ્યગીન સોસાયટીમાં સારી એવી ચકચાર જાગી છે .