જામનગરમાં પોલીસ કોન્સ્ટેબલ વતી લાંચ લેતો હોમગાર્ડ ઝડપાયો : ભારે ફફડાટ

0
6242

જામનગર સીટી’સી’ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વતી રૂ.22 હજારની લાંચ લેનાર હોમગાર્ડ એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો

  • દારૂના કેસમાં માંગી હતી બાવીસ હજારની લાંચ : ACBના છટકામાં કોન્સટેબલવતી હોમગાર્ડ સપડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ નવેમ્બર ૨૩ શહેરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતી ખોડીયાર કોલોની પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવી વતી રૂ.22,000 ની લાંચ લેતા હોમગાર્ડ હરપાલસિંહ જાડેજા રંગેહાથ ઝડપાયો હતો. તેમજ એસીબીની ટીમે હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવીની શોધખોળ હાથ ધરી છે.એક દારૂના કેસ મામલે પોલીસકર્મી કલ્પેશ ગઢવીએ રૂ.30,000ની લાંચની માંગણી કરી હતી. જે દારૂ સાથે દારૂનો ધંધાર્થી ઝડપાયો હતો તેણે અગાઉ 8000 રૂપિયા આપતા લાંચ માગનારે લઈ લીધા હતા. બાકીના રૂપિયા 22,000 લેવા જતા પોલીસકર્મી કલ્પેશ ગઢવી વતી હોમગાર્ડ હરપાલસિંહ જાડેજા એસીબીના હાથે રંગે હાથ ઝડપાય ગયો હતો. હાલ તો જામનગર એસીબી દ્વારા હોમગાર્ડની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.