જામનગર માં હિન્દુ સેના– ગુજરાત દ્વારા શહેરના અગ્રણીઓની હાજરીમાં છાવા હિન્દુ ફિલ્મ નિહાળાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ ફેબ્રુઆરી ૨૫, મોગલ સામ્રાજ્ય સામે લડત કરનાર છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર શંભાજી મહારાજ ઉપર આધારિત ફિલ્મ છાવા આજે દેશભર માં ધૂમ મચાવી રહી છે.ત્યારે જામનગર મા પણ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ ના નેજા હેઠળ નિ:શુલ્ક ફિલ્મ નિહાળવા નું અયોજન કરવામાં આવ્યું હતું.ફિલ્મ ની શરૂઆત માં ૧૧ કર્મકાંડી બ્રાહ્મણો ની ટીમ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જામનગર ના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નિલેશભાઈ કગથરા, ભાજપ ના શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની ઉપસ્થિતિ માં હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ ગૌરવ મહેતા, હિન્દુ સેના વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, જિલ્લા અધ્યક્ષ રોહિત ચૌહાણ, શહેર અધ્યક્ષ દિપક પીલાઈ , શહેર મંત્રી જીતુભાઈ ગાલા ની ખાસ હાજરી સાથે હિંદી ફિલ્મ છાવા ને નિહાળવા માં આવી હતી.
શહેર ઉપપ્રમુખ ધીરેન નંદા, ઉપપ્રમુખ મેહુલ મહેતા, યુવા ઉપપ્રમુખ સાગર ચૌહાણ, સચિન જોશી, કારણ દવે રામુ મદ્રાસી સહિત અનેક સૈનિકો ની મહેનત થી છાવા હિન્દુ ભાઇ એ નિહાળી હતી. આ ફિલ્મ ના નિદર્શન માટે હિન્દુ સેના પૂર્ણકાલીન કિશન નંદા અને સક્રિય સૈનિક મંથન અઘેરા એ વ્યવસ્થા સંભાળી હતી.