જામનગરમાં ધંધાનો ખાર રાખી યુવાન ઉપર હિચકારો હુમલો: 3 સામે ફરિયાદ
ઋષિરાજસિંહ ગોહિલ એસ.ટી ડેપોમાં મંજુર થયેલ ટેન્ડરમાં જણાવેલ શરતો અને વેચાણ ધારા મુજબ કેન્ટીંગ ચલાવતા હોય અને ફરીયાદી વિજય રાઠોડ ટેન્ડર વિરુદ્ધ નો માલ રાખી વેચાણ કરતો હોય તે વાતનું મનદુખ કારણભૂત..? અગાઉ આ મુજબની ફરિયાદ પણ થયેલ..ફેક્ચર કર્યાની ત્રણ શખસ વિરૂદ્ધ રાવ…
એસ.ટી ડેપોમાં કેન્ટિંગ ચલાવતા વિજય દેવુભાઇ રાઠોડ નામના વજીર સંચાલક ઉપર ત્રણ શખસોનોં હુમલો.
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૬.: જામનગર શહેરમાં એસ ટી ડેપો સામે ગલીમાં વૈભવ એપાર્ટમેન્ટ બ્લોક નંબર -૪ માં રહેતા વિજય દેવુભાઈ રાઠોડ નામના વજીર યુવાનની એસ.ટી ડેપોમાં દુકાન ધરાવતા હોય તેમા વજીર યુવાન વિજય દેવુભાઈ રાઠોડની દુકાન સારી ચાલતી હતી અને રૂષિરાજસિંહની દુકાનમાં સારી “ન” ચાલતી હોવાથી આ બાબતે ખાર રાખી ગુરૂવારે રાત્રિના સમયે રૂષિરાજસિંહ હેમંતસિંહ ગોહિલ, અભિરાજસિંહ હેમંતસિંહ ગોહિલ અને એક અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ વિજય દેવુંભાઇ રાઠોડ આંતરીને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા PSI આર.કે. ગુસાઈ તથા સ્ટાફે હોસ્પિટલમાં પહોંચી જઈ યુવાનનું નિવેદન નોંધી ત્રણ હુમલાખોરો સામે પરથી IPC કલમ- ૩૨૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) તથા જીપી એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબની ફરીયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. હાલ તો આ મુદ્દે જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે.