જામનગર મોબાઇલ શોપમાં વહેલી સવારે આગની ઘટનાથી ભારે નુકસાન

0
4332

જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી એક મોબાઇલ શોપમાં વહેલી સવારે આગની ઘટનાથી ભારે નુકસાન

  • આગ કારણે દુકાનમાં રાખેલી રૂપિયા બે લાખ ની રોકડ રકમ- ૫૦થી વધુ મોબાઈલ અને એસેસરીઝ બળીને ખાખ થયા
  • બહાર પાર્ક કરેલું સ્કૂટર પણ સળગ્યું: ફાયરબ્રિગેડે આગને કાબુમાં લેતાં અન્ય દુકાનોમાં આગ પ્રસરતી અટકી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ જાન્યુઆરી ૨૪, જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં મોબાઇલ એસેસરીઝની દુકાનમાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને સમગ્ર દુકાન બળીને ખાખ થઈ હતી. જેમાં દુકાનમાં રાખેલી બેલાખ ની રોકડ રકમ, ૫૦થી વધુ મોબાઈલ ફોન તેમજ બહાર પડેલું એક સ્કૂટર વગેરે પણ સળગ્યા હતા. ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના બે ટેન્કરો વડે આગને કાબુમાં લઈ લેતાં આસપાસની દુકાનમાં આગ પ્રસરતી અટકી હતી. આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલા ટાઉનહોલ શોપિંગ સેન્ટરમાં જય માતાજી નામની મોબાઈલ એસેસરીઝ ની દુકાનમાં વહેલી સવારે ૬.૩૦ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.

આ બનાવ અંગે દુકાનના માલિક વિનોદભાઈ કટેશીયા દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના બે ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જેના કારણે આસપાસની દુકાનોમાં આગ પ્રસરતી અટકી હતી.ઉપરોક્ત આગના બનાવને લઈને મોબાઈલ એસેસરીઝની દુકાનમાં ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા બે લાખની રોકડ રકમ, ૬૦ થી વધુ જુના મોબાઇલ અને તેની એસેસરીઝ ઉપરાંત ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા.

આગના લબકારાઓ બહાર પણ નીકળ્યા હતા, જેના કારણે દુકાનની બહાર પાર્ક કરવામાં આવેલું એક સ્કૂટર પણ સળગ્યું હતું. જેમા લાગેલી આગને ફાયરે બુઝાવી હતી. આગને કારણે દુકાનદારને લાખોનું નુકસાન થયું છે.