જામનગર સેતાવાડ પાસે ફાયરનું દિલધડક ઓપરેશનઃ 2 મહિલા સહિત 5 ને બચાવાયા : જુવો VIDEO

0
3669

જામનગર ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યું ઓપરેશન: પાંચને બચાવી લેવાયા

  • ધરાશાયી થયેલ મકાનને કારણે ફસાયેલા પરિવારને ગણતરીની મિનિટોમાં હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડાયા
  • ભાજપના સ્થાનિક કોર્પોરેટર કેતન નાખવા ખડેપગે
  • કંટ્રોલમાં હાજર જયવીરસિંહ રાણાને મેસેજ મળ્યાની સાથે સમય ગુમાવ્યા વગર ટીમ કરી રવાના
  • સીટી – એ ડિવિઝન Pl સહિતનો પોલિસ કાફલો ચાલુ વરસાદે મદદમાં જોડાયો

દેશ દેવી ન્યૂઝ તા.૧૬ જૂન ૨૩ જામનગર બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાનો શરૂ થયેલ જેના કારણે શહેરના સેતાવડ વિસ્તારમાં આવેલ એક મકાનનો ભાગ ધરાશાયી થયેલ અને આ ધરાશાયી થયેલ ભાગ બાજુમાં રહેતા પરિવારના દાદરા તરફ પડતા તે પરિવારનો ઘરની બહાર નીકળવાનો માર્ગ સદંતર બંદ થયેલ.ત્યારે ફસાયેલ પરિવારજનો દ્વારા કંટ્રોલરૂમમાં જાણ કરાતાં તુરંત જ જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને પરિવારના 2 પુરુષો અને 3 મહિલાઓ સહિતના સમગ્ર પરિવારનું દિલધડક રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચતા કરાયાં હતા.

આ કામગીરીમાં જામનગર ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર કે કે બિશ્નોઈના સીધા માર્ગદર્શન હેઠળ, સ્ટેશન ઓફિસર સર્વ જસમીન ભેંસદળીયા, ઉપેન્દ્ર સુમાર, વાળા હિતેન્દ્રસિંહ, અર્જુનસિંહ ગોહિલ સહિત ફાયર બ્રિગેડના તાલીમાર્થીઓ જોડાયા હતા અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન સલામત રીતે પાર પાડ્યું હતું અહેવાલ: વિરેન્દ્રસિંહ પરમાર (માહિતી ખાતુ)