જામનગર નજીક ચેલા-ચંગા પાસે ખાનગી લકઝરી બસની ગુલાંટ

0
5002

જામનગર નજીક ચેલા-ચંગા પાસે ખાનગી લકઝરી બસ ની ગુલાંટ: બસમાં બેઠેલા શ્રમિકોમાં ભારે અફડા તફડીનો માહોલ

  • ૧૦ જેટલા ઇજાગ્રસ્તો ને ૧૦૮ નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા: બે ને ગંભીર ઇજા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮ જાન્યુઆરી ૨૪, જામનગર નજીક ચેલા-ચંગા પાસે રવિવારે સાંજે શ્રમિકોને મોટી ખાવડી તરફ લઈ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ રોડથી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી, અને ઊંધે માથે થઈ હતી. જે અકસ્માતમાં બસની અંદર બેઠેલા શ્રમિકોમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જેમાં બેઠેલા ૧૦ જેટલા શ્રમિકો ઇજા ગ્રસ્ત બન્યા હતા, અને તમામને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી બે શ્રમિકોને ગંભીર ઈજા થઈ છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ઝારખંડ થી ટ્રેન મારફતે ૪૦ જેટલા શ્રમિકો જામનગર તરફ આવ્યા હતા, અને મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં પહોંચાડવા માટે તેઓને જી.જે.-૧ડી.એક્સ. ૨૧૯૨ નંબરની ખાનગી લકઝરી બસ મારફતે મોટી ખાવડી પહોંચાડવામાં આવી રહ્યા હતા.જે દરમિયાન ચેલા-ચંગા ગામના પાટીયા પાસે એકાએક ખાનગી લકઝરી બસ રોડ થી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી, અને ઊંધા માથે થઈ હતી. જે અકસ્માતના બનાવને લઈને બસની અંદર બેઠેલા શ્રમીકોમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.આ અકસ્માતના બનાવની જાણ થતાં જામનગર આસપાસની જુદી જુદી ત્રણ ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ બનાવના સ્થળે પહોંચી હતી, અને દસેક જેટલા ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાં બે શ્રમિક ને ગંભીર ઇજા થઇ છે. બાકીના ને પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.