ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર જિલ્લામાં નિઃશુલ્ક યોગ મહાશિબિરનું આયોજન

0
1143

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર જિલ્લામાં નિઃશુલ્ક યોગ મહાશિબિરનું આયોજન

હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત

આ યોગ શિબિરનો લાભ લેવા 72908 76876 પર મિસ્ડ કોલ કરી રજિસ્ટ્રશન કરાવી શકાશેદેશ દેવી ન્યુઝ જામનગર તા.25 ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગરમાં તારીખ ૨૮ અને ૨૯ ના રોજ નિઃશુલ્ક યોગ મહાશિબિરનું આયોજનમાં જામનગરની જનતાને લાભ લેવા અનુરોધ યોગએ ભારતની સમૃદ્ધ અને મહાન સાંસ્કૃતિક વિરાસત છે. જેનો પરિચય વિશ્વને ત્યારે થયો, જયારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાક પ્રયાસોથી આપણી યોગકલા આજે વિશ્વ કક્ષાએ પહોંચી ચુકી છે. જેની ફલશ્રુતિ સ્વરૂપે UNO દ્વારા 21 જુનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે.21 જૂન, 2019ના રોજ રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો એકમાત્ર ઉદ્દેશ છે : ‘હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત…’ આજે મહત્તમ લોકો યોગ સાથે જોડાઈને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે, તેવા ઉત્કૃષ્ટ ઉદ્દેશ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ મહાશિબિરનું જામનગર જિલ્લા ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં આગામી તા.29 મેના રોજ નિઃશુલ્ક યોગ મહા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક યોગ મહા શિબિરમાં યોગ અને આયુર્વેદ જેવા વિષયો પર નાગરિકોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

આ ખાસ આયોજન હેઠળ 2 પ્રકારે કાર્યક્રમો યોજાશે. જેમાં પ્રથમ દિવસે તા.28 મે ના રોજ, બપોરે 3:30થી 6:00 કલાક દરમિયાન ‘યોગ પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન ધન્વંતરિ ઓડિટોરિયમ હોલ, DKV કોલેજ સર્કલ, જામનગર ખાતે કરવામાં આવ્યું છે. જયારે તા. 29 મે ના રોજ સવારે 5:30થી 7:30 દરમિયાન ‘નિઃશુલ્ક મહા યોગ શિબિર’નું ક્રિકેટ બંગલો, જિલ્લા પંચાયત, લાલ બંગલા પાસે આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યકર્તાઓ આ ખાસ શિબિરના પ્રચાર પ્રસાર અર્થે જામનગરમાં હાલ કામગીરી બજાવી રહ્યા છે. જામનગરના નાગરિકો આ યોગ શિબિરને સફળ બનાવવા માટે બહોળો પ્રતિસાદ અને સાથ- સહકાર આપે તે આવશ્યક છે. જામનગરની જાહેર જનતાને આ નિઃશુલ્ક મહા યોગ શિબિરનો મહત્તમ લાભ લેવા અને સ્વાસ્થ્યલક્ષી લાભો મેળવવા અનુરોધ કરાયો છે.