જામનગરમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરી ભડભડ સળગી ઉઠી : ક્લાસીસના બાળકોમાં દોડધામ

0
2650

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આગ લાગતાં ભારે દોડધામ

  • કચેરીના જરૂરી દસ્તાવેજો ફાઈલો, કાગળો, ઓફિસનો સામાન વગેરે બળીને ખાખ થયો:ફાયરે આગ બુઝાવી

  • જે સ્થળે આગ લાગી તેના ઉપરના માળે ટ્યુશન ક્લાસ ચાલતો હતો: સદભાગ્ય જાનહાની ટળી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ જુલાઈ ૨૪, જામનગરના રામેશ્વર વિસ્તારમાં આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.) ની કચેરીમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે કચેરીના જરૂરી દસ્તાવેજો ફાઈલો બળી ને ખાખ થઈ ગયા છે. હાયર શાખાની ટુકડીએ પાણીના બે ટીમ કરો વડે સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી. કચેરીની ઉપર જ ટ્યુશન ક્લાસ ચાલતો હતો, પરંતુ આગ સમયસર કાબુમાં આવી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ૮.૩૦ વાગ્યા ના અરસામાં ગુજરાત નિયંત્રણ પ્રદૂષણ બોર્ડની કચેરીના બિલ્ડિંગમાં આગ લાગી હતી. અને આગ ઝડપથી ફેલાઈ અને કચેરીના મોટાભાગના એરિયાને ઘેરી લીધા હતા. જે કચેરીની બારી માંથી ધુમાડાના ગોટા આકાશમાં ઊંચે ઊડતા દેખાયા હતા, જેનાથી આસપાસના વિસ્તારમાં ભારે દહેશત ફેલાઇ હતી.આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ચીફ ફાયર ઓફિસર કે કે બિશ્નોય ની આગેવાની હેઠળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીના બે ટેન્કર વડે મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું. અને અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો.આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના કારણે કચેરીના જરૂરી ફાઈલો, ફર્નિચર અને કમ્પ્યુટર સહિત મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

સદનસીબે, આ ઘટના દરમિયાન કોઈ કર્મચારી કચેરીમાં હાજર ન હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.ઉપરાંત આ બિલ્ડિંગમાં એક ટ્યુશન ક્લાસ પણ ચાલે છે, જે સવારે બંધ હતુ, નહીંતો તેના ગંભીર પરિણામો આવી શક્યા હોત. આગ ઘટનાની તપાસ હાલ ચાલુ છે, અને નુકસાનનું વર્તમાન મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.પોલીસ તંત્ર દ્વારા આગના બનાવ ના સંદર્ભમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે, અને એફ એસ એલ ની ટીમ ની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.