સલાયાની લેન્ડ ગ્રેબીંગ ફરિયાદ મુદ્દે બે ભાઇઓ સામે કરાયેલ કાર્યવાહીને સ્થગિત રાખવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

0
1007

સલાયાની લેન્ડ ગ્રેબીંગ ફરિયાદ મુદ્દે બે ભાઇઓ સામે કરાયેલ કાર્યવાહીને સ્થગિત રાખવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

રાજયનો લેન્ડ ગ્રેબીંગ એકટ બંધારણ વિરૂધ્ધનો અને અને પોલીસ તંત્રના દુરૂપયોગ સમાન હોવાનું હાઈકોર્ટની ટીપ્પણીદેશ દેવી ન્યુઝ જામનગર 06. આરોપીઓના વકિલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પટિશન દાખલ કરતાં ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા જસ્ટીસ આશુતોષ શાસ્ત્રી સમક્ષ સુનાવણીમાં આવલા ગુજરાત હાઈકોર્ટે સલાયા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આરોપી ઓસમાણ હાજી ઘાવડા, તથા અબ્દુલ હાજી ઘાવડા ઉર્ફે બોસ તથા અન્ય આરોપીઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગની એફ.આઈ.આર.ની કાર્યવાહી પર ‘સ્ટે’ અપાયો

જામખંભાળિયા તાલુકાના સલાયા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ઓસમાં હાજી ઘગાવડા, અબ્દુલ હાજી ઘાવડા ઉર્ફે બોસ તથા અન્ય આરોપીઓ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ અંગેની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આ કેસના આરોપીઓ સલાયા ગામે મૂળ રે. સર્વે નં. 93 (નવા સર્વે નં. 126) વિગેરેના 1955 થી હકક પત્રકપમાં પડેલી નોંધના આધારે તથા જે તે વખતના પ્રવર્તમાન કાયદા મુજબ ખેતીની જમીન દસ્તાવેજ વગર મોઢાના કરારથી લઈ શકતા હતા તે આરોપીના પિતા ઉમરહાજી ઘ્વડાના નામે હતી. અગાઉ તેઓ કોર્ટમાં જામીન પણ આ જમીનના આધારે પડેલા હતા તેમજ ઉમર હાજીનું અવસાન થતાં આ જમીન 1997 તી આરોપીઓના ખાતે છે અને એન્ટ્રી ગુજરાત સરકારના મુખ્ય અધિકારી સચિવ દ્વારા મંજુર રાખવામાં આવેલી છે. આ જામીન અંગે સાલેમામદ કરીમ ભગાડ દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટના કાયદા હેઠળ કબજાના ભંગ અંગે 2022 લેન્ડ ગ્રેબીંગની સલાયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાકલ કરી છે. જે અંગે પોલીસે તપાસ ચાલુ કરતાં અરજદાર આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં બંધારણ આર્ટીકલ 13,14,20,21,254 તથા 226 નીચે તેમજ ક્રિમીનલ પોસીઝર કોડની કલમ 482 નીચે એફ. આઈ. આર. રદ કરવા અને ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ-2020નો કાયદો 29.8.2020 ના રોજ લાગુ પાડોલો હોય પરંતુ ભારતના રાષ્ટ્રપતિની એસન્ટસ લીધેલી ન હોય તથાઆ કાયદાના મહત્વના પ્રોવીઝન્સ બંધારણ વિરૂધ્ધના હોય તેમજ આ પ્રકારના કહેવાતા ગુનાને પોલીસ તંત્ર દ્વારા ગંભીરતા આપી એફ.આઈ.આર. કરવામાં આવેલી હોય જે ગેરકાયદેસર અને ગેર બંધારણીય હોય તેવી ગુજરાત હાઈકોર્ટમાં પટિશન દાખલ કરતાં ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા જસ્ટીસ આશુતોષ શાસ્ત્રી સમક્ષ સુનાવણીમાં આવલા ગુજરાત હાઈકોર્ટે સલાયા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આરોપી ઓસમાણ હાજી ઘાવડા, તથા અબ્દુલ હાજી ઘાવડા ઉર્ફે બોસ તથા અન્ય આરોપીઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગની એફ.આઈ.આર.ની કાર્યવાહી પર સ્ટે કરી દીધા છે.

આ કેસમાં અરજદાર આરોપીઓ તરફેથી ધારાશાસ્ત્રી પરેશ મહેન્દ્રભાઈ બુચ, પ્રેમલ રાચ્છ તથા ફેઝલભાઈ ચરિયા રોકાયા હતાં.