ગુજરાત ACBની સૌથી મોટી રેઇડ : ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેકટ ઈજનેર નિપૂર્ણ ચોકસી લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા : બે કરોડથી વધુની મત્તા જપ્ત કરાઇ

0
922

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોની અત્યાર સુધીનું સૌથી મોટુ સીઝર : બે કરોડથી વધુની મત્તા જપ્ત કરાઇ

ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના વર્ગ 2ના સ્ટેટ પ્રોજેકટ ઈજનેર નિપૂર્ણ ચોકસી લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધાઆરોપીના ગાંધીનગર કો-ઓપરેટિવ બેંકના લોકરમાંથી 74 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા સાથે જ આરોપીનું અન્ય એક બેન્કના એકાઉન્ટમાંથી 1.52 લાખ રોકડા મળી આવ્યા

અમદાવાદ : અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોને 2 કોન્ટ્રાકટર દ્વારા ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ દ્વારા લાંચ માંગવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને અઈઇ દ્વારા આ અધિકારીઓને ઝડપી પાડવા માટે ગાંધીનગર અને પાટણમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.

આ છટકામાં ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના વર્ગ 2ના સ્ટેટ પ્રોજેકટ ઈજનેર નિપૂર્ણ ચોકસી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

સાથે જ તેમના 2 કર્મચારીઓ પણ પાટણમાં કોન્ટ્રાકટર પાસેથી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આરોપીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા બાદ અઈઇ દ્વારા આરોપીઓના બેન્ક લોકર ઓપરેટ કર્યા હતા. જેમાં અત્યાર સુધીનું સૌથી મોટું સિઝર અઈઇ દ્વારા કરવામાં આવ્યું છે. અઈઇને આરોપીના ગાંધીનગર કો-ઓપરેટિવ બેંકના લોકરમાંથી 74 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા સાથે જ આરોપીનું અન્ય એક બેન્કના એકાઉન્ટમાંથી 1.52 લાખ રોકડા મળી આવ્યા હતા.

સાથે જ વધુ એક કેનેરા બેન્કનું લોકર એસીબી દ્વારા ઓપરેટ કરવામાં આવ્યું. જેમાંથી 300 ગ્રામ સોનું મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 10 લાખ રૂપિયા થાય છે. આમ આરોપી નિપૂર્ણ ચોકસીના વિવિધ બેન્ક લોકર એસીબી દ્વારા ઓપરેટ કરાતા તેમાંથી 2.25 કરોડની રોકડ અને 10 લાખની કિંમતના ઘરેણા મળી આવ્યા હતા.

ગુજરાત એસીબીના ડીઆઇજી બિપિન આહિરનું માનવું છે કે એસીબી દ્વારા કરવામાં આવેલ આ સિઝર ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટુ સિઝર છે.
આરોપી નિપૂર્ણ દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાંધકામ કરવાની મંજૂરી આપવા માટે કોન્ટ્રાકટર પાસેથી લાંચ માંગવામાં આવી હતી.

આ અગાઉ આરોપી દ્વારા ફરિયાદી કોન્ટ્રાકટર પાસેથી 4 લાખ રૂપિયાની લાંચ પણ લેવામાં આવી હતી. આરોપીએ કોન્ટ્રાકટરને બાંધકામની મંજૂરી માટે કુલ રકમની ચોક્કસ ટકાવારી લાંચ સ્વરૂપે માંગવામાં આવી હતી. આ ઉપરાંત આરોપી નિપૂર્ણના હાથ નીચે કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓ દ્વારા પણ કોન્ટ્રાકટર પાસેથી 40 હજારની લાંચ લેવામાં આવી હતી.

આમ આ કેસમાં હાલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ આ કેસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ અઈઇ દ્વારા સેવવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાત એસીબી દ્વારા લાંચના અનેક આરોપીઓને ઉઘાડા પાડ્યા છે. આ પહેલા એસીબી દ્વારા ગાંધીનગરની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ભાયાભાઈ સોજીત્રાને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા.

જેમાં 1.28 કરોડની રોકડ તેમજ દાગીના સિઝર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે સર્વ શિક્ષા અભિયાનના વર્ગ 2ના અધિકારી નિપૂર્ણ ચોકસીના લોકરમાંથી મળેલ 2.25 કરોડ અને 10 લાખના દાગીના અત્યાર સુધીનું સૌથી મોટું સિઝર છે.