જામનગર ની એન. એસ. ઇમ્પેક્ષ માં કરોડો નું નકલી બિલિંગ કૌભાંડ: આરોપી ને જેલ હવાલે કરાયો
- રૂ.૬૭.૭૨ કરોડ નાં બોગસ બિલ અને સ્ટોક નો મેળ ખાતો નથી
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦ ડીસેમ્બર જામનગર, સેન્ટ્રલ જી એસ ટી વિભાગ અમદાવાદ ઝોન નાં રાજકોટ કમિશનરેટ નાં અધિકારી ની ટુકડી દ્વારા જામનગર મા એક બ્રાસ પેઢી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. અને રૂ.૬૭.૭૨ કરોડ નું બોગસ બિલિંગ અને સ્ટોક મેળ નહિ ખાતા પેઢી નાં સંચાલક ની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવા મા આવયા હતા. જામનગર નાં જી આઇ ડી સી ફેઝ -૨ માં આવેલ એન એસ ઈમ્પેક્ષ નામ ની મોટા કદ ની પેઢી મા રાજકોટ થી સી જી એસ.ટી વિભાગ ની ટીમ દ્વારા પૂર્વ બાતમી નાં આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ ચેકીંગ કામગીરી દરમિયાન બિગસ બિલિંગ અને સ્ટોક મિસ્મેચ જણાતાં આશરે રૂ.૬૭.૭૨ કરોડ નું કૌભાંડ ઝડપાયું હતું. ઉપરાંત પાંચ કરોડ ની સી જી એસ ટી ની ચોરી પણ ખુલવા પામી હતી.આથી પેઢી નાં સંચાલક પરાગ નાથાલાલ હરિયા સામે નિયમોનુસાર કામગીરી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.અને આરોપી ને કોર્ટ મા રજૂ કરવામાં આવતાં તેને જ્યુડીશિયલ કસ્ટડી માં મોકલી આપવા અદાલતે આદેશ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે. કે આરોપી સામે અગાઉ પણ વેટ ચોરી અંગે કેસ નોંધાઈ ચૂક્યો છે.