જામનગર સહિત ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં સમય લંબાવાયો..
હવે રાત્રિ કરફ્યુ 11 થી 5: 31 ડિસેમ્બરે જાહેર રસ્તાઓ પર નહી શકે ઉજવણી..
દેશ દેવી ન્યુઝ ગાંધીનગર 24. રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહ વિભાગે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો અમલમાં મુક્યા છે. આ અમલ 10 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરની ગાઇડલાઇનની જેમ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલ છે.1) 25 ડિસેમ્બર 2021થી અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં દરરોજ રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. આ 8 શહેરોમાં તમામ દુકાન, રેસ્ટોરન્ટ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિયક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રે 12 કલાક સુધી ખુલ્લા રાખી શકાતા હતા. જોકે તેમાં ફેરફાર કરતા 25 ડિસેમ્બર 2021થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ ગાઇડલાઇન 30 નવેમ્બરના હુકમોની અન્ય બાબતો 31 ડિસેમ્બર સુધી યથાવત્ રહે છે.
શનિવાર રાતથી 11 વાગ્યાથી રાત્રીકર્ફ્યૂનો થશે કડક અમલ રાત્રી કર્ફ્યૂના સમય લંબાવાનો સરકારનો નિર્ણય.
રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ
31 ડિસેમ્બરે જાહેર રસ્તાઓ પર નહી શકે ઉજવણી
કોરોનાના કેસોમાં વધારો થતા સરકારે લીધો નિર્ણય
શહેરોમાં વેપાર ધંધા રાતે 11 વાગ્યા અગાઉ થશે બંધ
રાતે એક વાગ્યાને સ્થાને હવે 11 વાગ્યાથી લાગૂ થશે કર્ફ્યૂ..
ગઈકાલે રાજ્યમાં કોરોનાના 111 કેસ નોંધાયા હતા એક દિવસમાં 100થી વધુ કેસ નોંધાતા સરકાર અલર્ટ.