જામનગરના ધ્રોલ પંથકમાં ”બકરા” ચોર ને દબોચી લેવાયો : 3 ની સંડોવણી ખૂલી

0
3

ધ્રોલ પંથકમાં થયેલી ઘેટા-બકરાની ચોરીનો ભેદ ઉકેલાયો : એક આરોપી ઝડપાયો : અન્ય ત્રણ ની સંડોવણી ખુલી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૩, જાન્યુઆરી ૨૫  જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક અઠવાડિયા પહેલાં થયેલી ૧૪ નંગ ઘેટા બકરા ની ચોરી નાં કેસ માં પોલીસે ખંભાત પંથક માંથી એક આરોપી ને ઝડપી પાડ્યો છે. જ્યારે તેની પૂછપરછમાં અન્ય ત્રણ આરોપીના નામ ખુલ્યા છે.ગત તા. ૫/૧/૨૦૨૫ ના રાત્રી નાં ધ્રોલ ના અલગ-અલગ વિસ્તારમાથી નાના મોટા ઘેટા-બકરા પશુ જીવ કુલ-૧૪ કિ.રૂ.૧,૧૮,૦૦૦ નો કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા ની ફરીયાદ નોંધાવાઈ હતી. જેનાં સીસીટીવી કેમેરા તથા ટેકનીકલ તથા હુમન સોર્સ થી ધ્રોલ પોલીસ સ્ટાફ ને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી, કે ઉપરોકત ગુન્હાના આરોપીઓ રાલેજ ગામ તા.ખંભાત જી.આણંદ માં સંતાયા છે.જે બાતમીના આધારે પોલીસ ટુકડી રાલેજ ગામે પહોંચી હતી અને સજીત જયંતીભાઈ સલાટ ને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાના ત્રણ મિત્રો સાથે ઘેટા બકરાની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આરોપી ની અટક્યત કરી હતી. અને ગુન્હામા ઉપયોગમા લીધેલી અર્ટીગા મોટર પણ કબ્જે લીધી હતી. આ આરોપી સામે ખંભાત મા અન્ય ચાર ગુના પણ નોંધાયા છે.જ્યારે ઘેટા બકરા ની ચોરી મા તેની સાથે રહેલા સંદિપ છગનભાઇ સલાટ (રહે રાલેજ ગામ તા.ખંભાત જી.આણંદ) , વિજયભાઇ મંગળભાઇ સલાટ (રહે ઉદેલ ગામ તા.ખંભાત જી.આણંદ) , પિન્ટો દેવીપુજક (રહે.રહે.નડીયાદ) ને પોલીસ શોધી રહી છે.