જામનગરમાં જલારામનગર અને નવાગામ ઘેડના બે કુખ્યાત શખ્સો સામે ગેંગ કેસ નોંધાયો

0
545

જામનગર જીલ્લા તથા રાજકોટ શહેરમાં ચોરી કરનાર બે શખ્સો સામે ગેંગ કેસ નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬ માર્ચ ૨૫, જામનગર અને રાજકોટ માં ચોરી ને અંજામ આપનાર બે શખ્સો સામે જામનગર પોલીસે ગેંગ કેસ અને નો ગુનો નોંધ્યો છે.જામનગર પોલીસ ની એલ.સી.બી.શાખા ના સ્ટાફ ને બાતમી મળેલ કે અગાઉ જામનગર જીલ્લા માં તથા રાજકોટ શહેર માં વાહન ચોરી, તથા ઘરફોડ ચોરીઓ ના ગુનાઓ ને અંજામ આપનાર ઉપેન્દ્રભાઇ કાનાભાઇ મુખરજી (જાતે બંગાળી ઉ.વ.ર૧ રહે.ગુરુદ્વારા ચોકડી જલારામનગર ઝૂૂંપડપટ્ટી  જામનગર) તથા. મનિષ ઉર્ફ મકો દેવાભાઇ ગાંડાભાઇ જોગસવા ( ઉ.વ.૨૩ , રહે. નવાગામ ઘેડ શેરી નં-૧ મહાદેવના મંદિર પાછળ હનુમાન ચોક જામનગર) કે જે બન્ને ગુનાહિત કૃત્ય રચી,ગેંગ બનાવી, ચોરીઓને અંજામ આપવાના ઇરાદે, જામનગર શહેરમાં ટાઉન હોલ સીટી બસ સ્ટેન્ડ પાસે ચોરી કરવા ની પેરવી કરી રહયા છે.જે બાતમી આધારે બન્ને ઇસમોને પકડી લઇ મજકુર ઇસમોની ગુન્હાહિત પ્રવૃતિ ઉપર નિયંત્રણમાં લાવવા માટે બન્ને વિરૂધ્ધ પોલીસ કર્મચારી એ જ ફરીયાદ આપતા બંને આરોપીઓ વિરૂધ્ધ પોલીસ સબ ઇન્સ સી.એમ. કાંટેલીયા એ ગેંગકેસ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી ઉપેન્દ્ર મુખર્જી સામે જામનગર માં ત્રણ કેસ.અને મનીષ જોગસવા સામે જામનગર અને રાજકોટ માં પાંચ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.