જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર મુઠ વડે હુમલો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ફેબ્રુઆરી ૨૪ જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં બે બાઈક સામસામા અથડાઈ જતાં એક બાઈક ના ચાલક યુવાન પર સામેથી આવેલા શખ્સે મુઠ વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઘરાર નગર શેરી નંબર-૧;માં રહેતા શાકીબ સબીરભાઈ કમોરા નામનો ૧૭ વર્ષનો વાઘેર યુવાન ગઈકાલે બેડેશ્વર વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી રાજા ઉર્ફે રાજડો હાસમ સંઘવાણી બાઈક લઈને આવ્યો હતો, અને બંનેના બાઈક સામસામા અથડાઈ ગયા હતા.
જેથી રાજા ઉર્ફે રાજડો ઉસકેરાઈ ગયો હતો. જેણે પોતાના ખિસ્સામાંથી મુઠ કાઢી સાકીબ પર હુમલો કરી દીધો હતો, અને પેટ ના ભાગે તેમજ છાતિના ભાગે અને મોઢા ના ભાગે ઇજા પહોંચાડી હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે આરોપી રાજા સામે ગુન્હો નોંધ્યો છે, અને તે ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. સીટી- બી પોલીસે આઇ.પી.સી.કલમ ૩૨૩,૫૦૪,તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે