જામનગરમાં પોતાના કાકાના ઘેર દેવભૂમિ દ્વારકા થી આવેલા એક યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ ઓક્ટોબર ૨૪, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતો એક યુવાન જામનગરમાં તેના કાકા ને ઘેર આવ્યો હતો, દરમિયાન યુવતી સાથે મોબાઈલમાં વાત કરવાના પ્રશ્ને ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો, જે અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકામાં રહેતો પરેશ દિનેશભાઈ શુક્લા નામનો ૨૦ વર્ષનો યુવાન ગઈકાલે જામનગરના ગાંધીનગર નજીક મોમાઈનગરમાં રહેતા પોતાના કાકા મુકેશભાઈ ને ઘેર આવ્યો હતો.ત્યાં તેના પાડોશમાં રહેતો મનીષભાઈ શેખા નામના શખ્સ પરેશભાઈ ની બહેન સાથે મોબાઇલ ફોનમાં વાત કરતો હતો.
જેને વાત કરવાની ના પાડવા બાબતે સમજાવવા જતાં આરોપી મનીષ થતા તેની સાથેના દિનેશભાઈ સેખા, ટપુભાઈ શેખા અને ચિરાગભાઈ શેખા વગેરે ઉસકેરાઈ ગયા હતા, અને છરી વડે હુમલો કરી દઈ ઇજા પહોંચાડી હતી. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.