જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખને પવનહંસના ડાયરેકટર પદે નિમણુક

0
1844

જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખને કેન્દ્ર સરકારે મહત્વનું પદ આપ્યું: પવનહંસના ડાયરેકટર પદે નિમણુક

દેશ દેવી ન્યુઝ જામનગર O7 જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખની ભારત સરકાર દ્વારા પવનહંસ (હેલીકોપ્ટર) લિમિટેડમાં સ્વતંત્ર ડારેકટર પદે નિયુકતી કરવામાં આવી છે. આ પહેલા જામનગરના પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચાને પણ મહત્વનું કેન્દ્ર સરકારે આપ્યુ છે.

કેન્દ્રીય ઉદ્યન મંત્રાલય અંતગેતની પી.એસ.યુ કમ્પની પવન હંસ લિમિટેડ જેની સ્થાપના 1985માં કરવામાં આવેલ તેના સ્વતંત્ર ડાયરેકટર તરીકે જામનગરના પૂવે મેયર અમીબેન પરીખની કેન્દ્ર સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે.

પવન હંસ લિમિટેડ કમ્પની આઇલેન્ડ ટુ આઇલેન્ડ, વૈષ્ણવદેવી, ઓ.એન.જી.સીના ફ્લોટિંગ સ્ટેશન, વી.આઈ.પી હેલિપેડ ટૂ હેલિપેડ હવાઈ પરિવહન, એર એમબ્યુલન્સ અથ હેલિકોપટરની સેવા પ્રદાન કરતી કમ્પની છે. પવનહંસ લિમિટેડ પાસે હાલ હેલીકોપટરો ઉપલબ્ધ છે. પવન હંસ લિમિટેડ નું મુખ્યાલય નોયડા માં છે. પવનહંસ હાલ સેવાઓ પ્રદાન કરી રહી છે.
પવન હંસ કંપ્ની ઓફશોર ઓપરેશન, ઇન્ટર ઇન્ઝલેન્ડ ટ્રાન્સપોર્ટેશન કનેકટી ઇન સેલીબલ એરીયા, હેલીપીલ ગ્રીમેજ ટુરીઝમ ટ્રેનીંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ કસ્ટમ એન્ડ પાઇપલાઇન સર્વેલન્સ ક્ધસલ્ટન્સી એન્ડ રીસયોર વર્ક, ચાર્ટર સર્વિસ, જોય રાઇડઝ, વીઆઇપી ટ્રાન્સપોર્ટેશન, એરીયલ ફોટોગ્રાફી, ફલાવર ડોપીંગ એન્ડ અઘ્ધર ક્ધટોમાઇઝ સર્વિસીસ, હેલીપોડ સર્વિસીસ, એમઆર સર્વિસીસ અને હેંગસ સેવાઓ પ્રદાન કરી રહી છે.

અમીબેન પરીખ બે દાયકાઓ થી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે તથા ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહિલા મોરચાના મહામંત્રી. મહિલા મોરચાના પ્રમુખ, સહીત જવાબદારીઓ નિભાવી ચુક્યા છે, જામનગર મ્યુનિસિપલ કોપારેશનમાં મેયર તરીકેની જવાબદારી તેઓ નિભાવી ચુક્યા છે તથા લોકસભા, રાજ્યસભા તથા સ્થાનિકસ્વરાજ્ય ની ચૂંટણીઓ દરમિયાન નિરીક્ષક તરીકે ની મહત્વની જવ્વાદબારી પણ નિભાવી ચુક્યા છે.

ભારતીય જનતા પાર્ટી સંગઠન ના મજબૂતીકરણ અર્થ તેઓનું યોગદાન મહત્વપૂણે રહ્યું છે. હાલ તેઓ ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનના સંયોજક, પ્રદેશ કારોબારી સભ્યની જવાબદારી નિભાવી રહ્યા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે તેઓ ની કામગીરી નગરજનો માટે યાદગાર રહેલ.

કેન્દ્રીય ઉદયન મંત્રાલય અંતગેતની પવન હંસ કમ્પનીમાં સ્વતંત્ર ડાયરેકટર તરીકે અમીબેન પરીખની જવાબદારીને શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી – ધારાસભ્ય આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી – ધારાસભ્ય ધમેન્દ્રસિહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, સહીત કાર્યકરોએ આ ગૌરવભરી નિમણાંકને આવકારી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહીત પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વનો આભાર વ્યક્ત કરેલ. અને નિમણુંક મેળવનાર અમીબેન પરીખને સૌએ અભિનંદન પાઠવી શુભકામના પાઠવેલ છે.