જામનગરમાં રખડતા ઢોરના ત્રાસ સામે મ્યું. કમિશનર આકારા પાણીએ: ઢોર માલીકો સામે FlR માટે એસ્ટેટના 3 કર્મીને વધારાની સતા ફાળવાઈ
- હવેથી એસ્ટેટના રાજભા ચાવડા, સુનીલ ભાનુશાળી અને યુવરાજસિંહ ઝાલા બનશે ફરિયાદી: ઢોર માલીકોમાં ફફડાટ
- મ્યું કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા ધી બી. પી.એમ.સી. એકટ –૧૯૪૯ ની કલમ -૬૯ ( ૧ ) મુજબ સતાની ફાળવણી કરાઈ
- છેલ્લા ઘણા સમયથી ઢોરની સમસ્યાની અનેક ફરિયાદો સામે ઘણા નગરજનો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ ઓગસ્ટ ૨૨ જામનગર શહેરમાં રખડતાં ઢોરનાં નિયંત્રણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. હાલે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે તેમજ દિન – પ્રતિદિન રખડતાં ઢોરનાં ત્રાસમાં વધારો થતો જાય છે તેમજ જાહેર જનતાને પારાવાર મુશ્કેલીઓ અને આકસ્મિક બનાવોનો સામનો કરવો પડતો હોય છે. જેને લઈ આવાં અકસ્માતો બનાવો ભવિષ્યમાં ન બને તે માટે જામનગર શહેરમાં રખડતાં ઢોરનાં , માલિકો સામે એફ.આઇ.આર. નોંધાવવા અંગે ધી બી. પી. એમ. સી. એકટ –૧૯૪૯ ની કલમ -૬૯ ( ૧ ) મુજબ મ્યુ કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા રખડતાં ઢોરનાં માલિકો વિરૂધ્ધ એફ.આઇ.આર. નોંધાવવાની સત્તા મહાનગર પાલિકાની એસ્ટેટના કર્મચારી સુનિલકુમાર એચ . ભાનુશાળી (સુનીલ ભારશાળી), રાજેન્દ્રસિંહ ભાવસિંહ ચાવડા (રાજભા) યુવરાજસિંહ એસ . ઝાલાને સતા ફાળવણી કરાઇ છે. હવેથી ઉપરોકત ત્રણેય કર્મચારી ઢોર માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી શકશે.