જામનગર દરેડમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો: 1.98 લાખની મતા કબ્જે

0
4609

જામનગર દરેડમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો

  • 204 નંગ બોટલ તેમજ બિયરના 24 ટીન, છકડો રિક્ષા વગેરે કબ્જે કર્યા
  • PSI એમ. એ મોરી તથા સ્ટાફના નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા ભયપાલસિંહ જાડેજાની બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૭ ઓગસ્ટ ૨૩ : દરેડ પોલીસ ચોકીનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યા હતો ત્યારે એક છખડો રિક્ષા નં. જીજે-25-યુ-0390 પસાર થતાં તેને અટકાવી તેની તલાસી કરતાં રિક્ષામાંથી સ્કોચ વ્હીસ્કીની 17 બોટલ, બેલેન્ટાઈન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની 24 બોટલ, અલ્ટ્રા પ્રમીયમ વ્હીસ્કીની આઠ બોટલ, સ્ટલીંગ રીસર્વ વ્હીસ્કીની 15 બોટલ, રોયલ સ્ટગ વ્હીસ્કીની 43 બોટલ, રોયલ ચેલેન્જર્સ વ્હીસ્કીની 43 બોટલ અને બડવાઈસર બીયરના 24 ટીન એક મોબાઈલ ફોન, છકડો રિક્ષા સહિત રૂા. 1,98,250 ના મુદામાલ સાથે રિક્ષા ચાલક ભાવેશ મેરામણભાઇ કાનગડની અટકાયત કરી પ્રોહી. એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.