જામનગરના ચકચારી “ગુજસીટોક ” પ્રકરણમાં જાડેજા બધુંઓ સહિત પાંચનો જામીન પર છૂટકારો

0
3703

જામનગરના અતિ ચકચારી ‘ગુજસીટોક’ પ્રકરણમાં પાંચ આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન

  • બીલ્ડર નીલેશ ટોલિયા, યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, એડવોકેટ માનસત્તા, જીમી આડતિયા પાંચ આરોપીને મળ્યા જામીન
  • સુપ્રિમ કોર્ટમાં સંજ્ય દતના કેસનો ઉલ્લેખ કરાયો.

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૩ સપ્ટેમ્બર ૨૨ જામનગરના અતિ ચકચારી એવા ‘ગુજસીટોક’ પ્રકરણમાં ભૂમાફિયા જયેશ પટેલ ના અનેક સાગરિતો અને આરોપીઓ સામે સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચાલી રહયો અને આરોપીઓએ હાઇકોર્ટમાંથી પણ જામીન ‘ન’ મળ્યા હોય જેથી મોટા માથા એવા આરોપીઓએ જામીન મેળવવા માટે છેક સુપ્રીમ કોર્ટના દરવજા ખખડાવ્યા હતા.

અતિ ગંભીર ગુના ‘ગુજસીટોક’માં સંડોવાયેલ અનેક આરોપીઓમાંથી કુલ પાંચ આરોપીઓ બીલ્ડર નીલેશ ટોલિયા, યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, એડવોકેટ માનસત્તા, જીમી આડતિયા એમ પાંચ આરોપીઓને સુપ્રીમ કોર્ટે જામીન ઉપર મુકત્ત કરવા આદેશ કર્યો છે તેવું જાણવા મળી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસના મુખ્ય આરોપી એવા ભુમાફિયા જયેશ પટેલ હજુ લંડનની જેલમાં હોય અને તેને ભારત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત બીજા અનેક આરોપીઓને હજુ પણ ગુજરાતની જુદીજુદી જેલમાં રાખવામાં આવ્યા છે.