જામનગરના પ્રદર્શન મેળામાં ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ

0
2744

જામનગરના પ્રદર્શન મેદાનના મેળાના રાઈડધારકોના ફાયર સેફ્ટી સાધનોની તંત્ર દ્વારા ચકાસણી કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ ઓગસ્ટ ૨૪, જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ૨૦ ઓગસ્ટ થી ૩ સપ્ટેમ્બર સુધીના ૧૫ દિવસ માટેના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મેળા ના રાઈડ સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ છે, કે કેમ? તેની ચકાસણી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટુકડી દ્વારા કરવામાં આવી હતી, અને સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળા માં મશીન મનોરંજન ની મોટી ૧૮ જેટલી મોટી રાઈડ, તેમજ અન્ય નાની બાળકોની ચિલ્ડ્રન રાઈડ ઉભી કરાઈ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ગઈકાલે રજાના દિવસે પણ મેળા મેદાનમાં રાઈડ ધારકો દ્વારા તૈયાર રખાયેલા ફાયર સેફટી ના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.

ચીફ ફાયર ઓફિસર કે. કે.બિશ્નોય ની રાહબરી હેઠળ જુદા જુદા વિસ્તારના ફાયર સ્ટેશન ઓફિસર જયવીરસિંહ રાણા , ઉમેદ ગામેતી, સજુભા જાડેજા ,ઉપેન્દ્ર સુમડ સહિતના ફાયર ઓફિસરોની ટીમ દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને ફાયર ના બાટલા પાણી અને રેતીની ડોલ પાણીના બેરલ સહિતની સાધન સામગ્રીઓ ઉપલબ્ધ કરાવાઇ છે કે કેમ? તેનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું, તેમ જ સ્ટોલ ધારકોને પણ પ્લાસ્ટિક, કપડા સહિતની વસ્તુઓ નો ઉપયોગ નહીં કરવા, તેમજ રમકડા ના માલ સામાન ના પુઠા પ્લાસ્ટિક વગેરેનો જથ્થો પણ અન્ય સ્થળે ખસેડી લેવા તાકીદ કરી હતી. ખાણી પીણી ના સ્ટોલમાં પણ કપડાં ના સ્ટોલ નહીં પરંતુ પતરાના સ્ટોલ ઊભા કરવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.