રાજકિય સંસ્કૃત પાઠશાળા ( સરકારી ) જામનગરમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરો: પ્રફુલભાઈ વાસુ..
દેશ દેવી ન્યુઝ 27. જામનગરની સાન કહી શકાય તેવી અને શહેરી વિસ્તારમાં કાર્યરત એકમાત્ર શાળા એટલે રાજકિય સંસ્કૃત પાઠશાળા ( સરકારી ) ૧૫૨ વર્ષ જૂની શૈક્ષણિક સંસ્થા છે અને આ સંસ્થા જામનગરની ધરોહર પણ છે .
અત્યાર સુધીમાં આ સંસ્થામાં નામી અનામી ઘણા વિદ્વાનો અભ્યાસ કરી ચૂકયા છે અને હિન્દુ સંસ્કૃતીમાં દર્શાવેલ ૧૨ જયોર્તિલિંગ માના એક જયોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવજીની પ્રતિષ્ઠામાં પણ વિદ્વાન પંડિત તરીકે જેમને પોતાનો સિંહ ફાળો આપેલ છે તેવા શાસ્ત્રી સ્વ . મહાશંકરભાઈ ત્રિવેદી પણ આ સંસ્થાના જ હતા
આપણી હિન્દુ સંસ્કૃતિમાં પાઠશાળાનું મહત્વ રૂષીકાળથી આગવું રહ્યું છે અને સમાજમાં વિદ્યાર્થીઓનું ઘક્તર , સંસ્કાર અને સંસ્કૃતિનું રક્ષા આ પાઠશાળાઓએ કરેલ છે.
હાલ આ સંસ્થામાં ( શાળામાં ) છેલ્લા ઘણા સમયથી મુખ્ય ૨ ( બ ) વિષયનાં વિષય શિક્ષકોની જગ્યા ખાલી હોવાના કારણે વાલીઓ પોતાનાં સંતાનોને આ પાઠશાળામાં મોકલવામાં ખૂબ જ હેરાન – પરેશાન થાય છે અને આ વિષય શિક્ષકોની ઘટ ઘ્યાને લઇ અન્ય જગ્યાએ વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા મજબુર થવું પડે છે અને આ કારશોસર દિવસેને દિવસે વિદ્યાર્થીની સંખ્યા ઘટતી જાય છે . જો આવું જ ચાલુ રહેશે તો ભવિષ્યમાં આ પાઠશાળા બંધ થવાની નોબત આવી શકે તેમ છે.તો આ શાળાને અને સનાતન ધર્મ એવી આપણી સંસ્કૃતિની ધરોહરને બચાવવા માટે તાત્કાલીક અસરથી ( ૧ ) વ્યાકરણમ્ તેમજ ( ર ) સાહિત્યમ વિષચની ખાલી પડેલ કુલ ર ( બે ) જગ્યાઓ ભરવાની જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્ન સમાજ (સૌરાષ્ટ્ર કચ્છ ) જામનગરના નરેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રફુલભાઈ વાસુ, નયનભાઈ વ્યાસ, એન.ડી ત્રિવેદી, સુનીલ ખેતીયા, ભાસ્કરભાઈ જોશી, આશિષભાઈ જોશી, હિરેનભાઈ કનૈયા, જસ્મીન ધોળકિયા, જનકભાઇ ખેતીયા સહિતના આગેવાન દ્વારા જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી ના માધ્યમથી સરકારને રજૂઆત કરી ત્વરીત માંગણી સ્વીકારવા માંગ કરી છે.