જામનગર બેડીમાં પરીવાર પર જીવલેણ હુમલો : 4 સામે ફોજદારી

0
3610

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપત્તિ સહિતના પરિવારના પાંચ સભ્યો પર હુમલો: ચાર સામે ફરિયાદ

  • વાહનનું હોર્ન વગાડવા જેવી બાબતે સામાન્ય તકરાર પછી ચારેય શખ્સોએ ઘરમાં ઘૂસી આવી હુમલો કર્યો
  • ફિરોજ સોઢા, હુસેન સોઢા, અસગર સોઢા તથા મનસુર સોઢા સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ ઓક્ટોબર ૨૩ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના ચાર સભ્યો પર ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે બેડી વિસ્તારમાં રહેતા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. વાહનનું હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં તકરાર કરી ચારેય શખ્સો એ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા હૈયાઝ હારુનભાઈ સાંગાણી નામના ૧૯ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાની પત્ની નાઝમીન તથા તેના પિતા અને દાદા દાદી વગેરે પરિવારના પાંચ સભ્યો પર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે બેડી વિસ્તારમાં રહેતા ફિરોજ સોઢા, હુસેન સોઢા, અસગર સોઢા તથા મનસુર ગંઢાર સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનને મનસુર ગંઢાર સાથે વાહનનું હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં તકારાર થઈ હતી, તેનું મન દુઃખ રાખીને ઉપરોક્ત ચારેય આરોપીઓ ફૈયાઝ હારૂનભાઇ ના ઘેર પહોંચ્યા હતા, જ્યાં હંગામા મચાવી ફરિયાદી યુવાન પર હુમલો કર્યો હતો. જેને બચાવવા માટે તેની પત્ની નાઝમીન વચ્ચે પડતાં નાઝમીન બેનને માથામાં ધોકો ફટકારી દીધો હોવાથી તેણીને પાંચ ટાંકા લેવા પડ્યા છે.આ ઉપરાંત તેના પિતા હારુનભાઈ તેમજ વૃદ્ધ દાદા-દાદીને પણ ચારેય માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જે મામલે પોલીસે ફરીયાદ નોંધી ચારેય આરોપીઓની શોધખોળ આરંભી છે.સીટી બી ડીવી.પોલીસે આઇ.પી.સી.કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ ત્થા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે