જામનગરના લીમડાલાઇનના ૨જપૂત પરા વિસ્તારમાં વિજતંત્રની રીકવરી ટીમ સામે હોબાળો.બાકી રોકાતા નાણાંની વસૂલાત માટે વિજ મીટર ઉતારવાની કાર્યવાહી કરાતા વિજ ગ્રાહકે લીમડા લાઇનના ૨જપૂત પરા વિસ્તારમાં વિજતંત્રની “રીકવરી” ટીમ સામે હોબાળો મચાવ્યો: કર્મચારીઓને પતાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર 04. જામનગરના લીમડાલેન વિસ્તારના ૨જપૂત પરામાં આવેલ રૂપસંગના ડેલામાં રામસંગભાઈ નટુજીભાઈ રાઠોડ નામના વિજ ગ્રાહક ના ઘેર સેન્ટ્રલ ઝોન સબડિવિઝન હેઠળની વિજતંત્રની એક ટુકડી બાકી રોકાતા નાણાંની વસૂલાત માટે ગઈ હતી, અને વિજ મીટર ઉતારી લેવાનો પ્રયાસ કરાયો હતો.જે દરમિયાન વિજ ગ્રાહકના પરિવારના સભ્યોએ મીટર ઉતારવા દીધું નહોતું, અને રકઝક કરી હતી. જેથી વિજ ટુકડી કચેરીએ પરત ફરી હતી, અને નાણાં ભરી જવા જણાવ્યું હતું.
દરમિયાન વિજ ગ્રાહકના પરિવારના પુરૂષ સભ્યએ વીજ કચેરીએ આવીને હંગામો મચાવ્યો હતો, અને ટેબલ પછાડ્યા હતા. તેમજ કોણ મીટર ઉતારવા માગે છે? તેમ કઈ ધાક ધમકી આપી હતી, અને કચેરીની બહાર નીકળશે એને હું જોઈ લઈશ, અને પતાવી નાખવાની ધમકી દઇ ફરજમાં રૂકાવટ ઉભી કરતાં મામલો ગરમાયો હતો.
આખરે સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળના નાયબ ઈજનેર દ્વારા સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સીટી બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર સમક્ષ વિજ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ તેમજ ધમકી અને વિજ કચેરીમાં ધમ પછાડા કરી તોડવાનો પ્રયાસ કરવા અંગેની લેખિત ફરિયાદ અરજી પોલીસમાં આપી હતી અને વિજ ગ્રાહકના પરિવારના સભ્ય સામે ફરજમાં રૂકાવટ તેમજ આઈપીસીની કલમ 352, 504 અને 506-2 મુજબ ગુનો નોંધવા લેખિત અરજી કરી છે. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.પીજીવીસીએલની કચેરીમાં આ મામલે દસેક મિનિટ સુધી રકઝક ચાલી હતી, અને ફરજ પર હાજર રહેલા કર્મચારીઓ સાથે પણ અણછાજતું વર્તન કરનાર વીજ ગ્રાહકને વિડિયો પણ બનાવી લેવાયો હતો. જે વિડીયો નું રેકોર્ડિંગ પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યું છે.