જામનગર દરેડ માં ભાનુશાળી પિતા પુત્ર પર હુમલા પ્રકારણમાં સામસામી ફરિયાદ

0
6951

જામનગર નજીક દરેડ વિસ્તારમાં મફત પાન ખાવા આવેલા શખ્સોનો વેપારી પિતા-પુત્ર પર જીવલેણ હુમલો

  • પાનના પૈસા નહીં આપી અહીં ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી ચાર શખ્સોએ ખૂની હુમલો કર્યો
  • સામાપક્ષના હારૂન ખફીએ પિતા પુત્ર એ માર માર્યાં ની વળતી ફરીયાદ નોંધાવી છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૪ જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક પાનની દુકાને મફત પાન ખાવા માટે આવેલા એક શખ્સ અને તેના ત્રણ સાગરીતો એ હંગામો મચાવ્યો હતો, અને મફત પાન ખાધા પછી તમારે અહીં ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે, તેમ કહી હંગામા મચાવ્યો હતો, અને વેપારી પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. સામા પક્ષે પિતા પુત્ર સામે હુમલા ની વળતી ફરિયાદ પણ નોંધાવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર માં વસંત વાટિકા વિસ્તારમાં રહેતા અને દરેડના શિવમ પાર્ક વિસ્તારમાં જય હિંગળાજ એન્ટરપ્રાઇઝ નામની પાન મસાલા ની દુકાન ચલાવતા નીરજભાઈ નરેન્દ્રભાઈ નાખવા નામના વેપારી અને તેના પુત્ર મીત નીરજભાઈ નાખવા પર લોખંડના પાઇપ- ઘોક જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયાની ઘટના સામે આવતાં ભારે દોડધામ થઈ છે. બંને ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવને લઈને દરેડ વિસ્તારમાં ભારે દોડધામ થઈ હતી.

જામનગર નજીક મસીતીયા ગામમાં રહેતા હારૂન હાસમ ખફી નામના શખ્સે વેપારી ની દુકાને આવીને દુકાનની બહાર આડેધડ વાહન પાર્ક કર્યું હતું, ત્યારબાદ પાન મસાલા ની ખરીદી કરીને પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો, એટલુંજ માત્ર નહીં, પણ જો તમારે અહીં ધંધો ચાલુ રાખવો હોય તો હપ્તો આપવો પડશે તેવી પણ માંગણી કરી હંગામા મચાવ્યો હતો.

ત્યારબાદ તેણે ફોન કરીને પોતાના અન્ય ત્રણ સાગરીતો આસિફ ફકીર મહંમદ ખફી, હાજી અબ્બાસભાઈ ખફી અને બોદુ ગફાર ખફીને બોલાવી લીધા હતા. ત્યારબાદ ચારેય શખ્સો વેપારી નીરજભાઈ નાખવા અને તેના પુત્ર મીત ઉપર લોખંડના પાઇપ લાકડાના ધોકા સહિતના હથીયાર વડે હાથમાં તથા માથામાં ગંભી ઇજા પહોંચાડી હોવાથી નીરજભાઈ નાખવા દ્વારા ચારેય આરોપીઓ સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં હુમલા અંગેની તેમજ ખૂનની કોશિશ અંગેની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામાં પક્ષે હારુન હાસમભાઈએ પોતાના ઉપર તથા અન્ય વ્યક્તિ પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે વેપારી નીરજ નરેન્દ્ર ભાઈ નાખવા અને તેના પુત્ર મીત નીરજભાઈ નાખવા સામે હુમલાની વળતી ફરિયાદ પણ નોંધાવી છે. જે મામલે પંચકોસી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવને લઈને વિસ્તારમાં ભારે દોડધામ થઈ હતી.